વલસાડનાં ચીખલા હાઈસ્કૂલમાં કલેક્ટર અનસૂયા જહાના હસ્તે ૫૫ છાત્રોનું થયું નામાંકન

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ તાલુકાના ચીખલા ગામ ખાતે આવેલા વિહંગમ માધ્યમિક શાળા ખાતે શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ વલસાડ જિલ્લાના કલેક્ટર અનસૂયા જહાના અધ્યક્ષપણા હેઠળ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ધો. ૯ માં કુલ ૫૫ વિદ્યાર્થીઓને શાળામાં તથા છાત્રાલયમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. બાળકોને સન્માનીત કરી શાળામાં નામાંકન કરાવતા કલેક્ટર અનસૂયા જહાએ શાળાનું શેક્ષણિક પર્યાવરણ બાળકોનો શિક્ષણ પ્રત્યેનો ઉત્સાહ, શાળાની સ્વછતાની સરાહના કરી બાળકોને ઉચ્ચાભ્યાસ મેળવી જીવનમાં ખુબ આગળ વધવાની શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે વિહંગમ માધ્યમિક શાળા ટ્રસ્ટ પ્રમુખ જયશ્રીબેન પટેલે જણાવ્યું હતું કે વર્ષ-૧૯૮૫ માં પારડીના પૂર્વ ધારાસભ્ય સદગત સવિતાબેન ગમનભાઈ પટેલે જિલ્લાના ગરીબ આદિવાસી અને પછાતવર્ગના બાળકો શિક્ષણથી વંચિત રહી ન જાય તેવા ઉમદા હેતુથી ચીખલા ગામમાં છાત્રાલયની સુવિધા સાથે માધ્યમિક શાળાની રચના કરી હતી. હાલમાં શાળામાં છાત્રાલયમાં ૮૫ જેટલા ગરીબ આદિવાસી વર્ગના બાળકો રહીને અભ્યાસ કરે છે. શાળાનું પરિણામ ઉત્તરોત્તર વધી રહ્યું છે. બાળકો, શાળા પરિવાર અને ટ્રસ્ટ ટીમ સ્પીરીટથી કામ કરે છે જયશ્રીબેન પટેલે કલેક્ટર અનસૂયા ઝાને આવકારતા કહ્યું કે તેઓ બીજા કલેક્ટર છે જેઓ અમારી શાળામાં પધાર્યા છે. તેમના આગમન અને પ્રોત્સાહનથી શાળામાં અને બાળકોમાં ચેતનાનો નવો સંચાર થયો છે.
આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ચીમનભાઈ પટેલ તથા સ્ટાફમિત્રો, ચીખલા ગામના સરપંચ અનિલભાઈ પટેલ, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કોશરબેન કસલી, સોનલબેન ઠાકોર, ગ્રામજનો, વાલીઓ અને મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્તિથ રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!