વલસાડમાં પોલીસ અધિકારીઓએ એવી ધુળેટી ઉજવી કે લોકો જોતા રહી ગયા!

ગુજરાત એલર્ટ । વલસાડ
પોલીસની જિંદગી સામાન્ય રીતે લોકોના ટેન્શનનો દૂર કરવામાં જ નીકળી જાય છે. ખાસ કરીને જ્યારે આખો જનસમાજ તહેવારોની ઉજવણી કરતો હોય, તેવા સમયે પોલીસે બંદોબસ્તમાં રહીને મહત્વની ભૂમિકા નિભાવી પડે છે.

આ વખતે સતત તણાવમાં રહેતા પોલીસ અધિકારીઓ થોડા આનંદમય બની હળવાશની પળ માણે તે માટે વલસાડના મળતાવડા સ્વભાવના જિલ્લા પોલીસવડા ડો. કરણરાજ વાઘેલા દ્વારા હોળી ધૂળેટી પર્વનું સુંદર આયોજન કર્યું હતું. આ ધુળેટીની ઉજવણીમાં વલસાડના મોગરાવાળી સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં જમીનમાં કુંડ બનાવી પાણી ભરવામાં આવ્યું હતું. જે કુંડમાં ધૂળેટી રમવાનું આયોજન કરાયું હતું.

પાણીને કારણે કાદવ થઈ જતા પોલીસ અધિકારીઓએ એકબીજાને લિક્વિડ કાદવથી રંગી પ્રાકૃતિક ધુળેટીનો આનંદ માણ્યો હતો.

શિસ્તના આગ્રહી પોલીસ ડિપાર્ટમેન્ટમાં ઉચ્ચ અધિકારીથી લઈને કોન્સ્ટેબલ સુધીના કર્મચારીઓએ એકબીજાને પ્રવાહી કાદવમાં પાડી દઈ ધુળેટીનો અનહદ આનંદ માણ્યો હતો.

આ તબક્કે પોલીસ વિભાગ દ્વારા પત્રકારોને પણ ખાસ આમંત્રણ આપતા વલસાડ શહેરના અનેક પત્રકારોએ પણ આ ઉજવણીમાં જોડાઈ ધૂળેટીની મજા માણી હતી. જિલ્લા પોલીસવડા દ્વારા ધૂળેટી માણવા પોલીસ અધિકારીઓ માટે સુંદર આયોજન કરતા અધિકારીઓએ ખૂબ પ્રશંસા કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!