વલસાડમાં ગોકુલ ગ્રુપે 108 સહિતની ઇમરજન્સી સેવાનાં વર્કરો માટે સ્પેશિયલ ગરબાનું આયોજન કરી બહુમાન આપ્યું

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડનાં ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગતરોજ સાંજે વલસાડ અને ડાંગ જિલ્લાનાં 108 એમ્બ્યુલન્સ, ખિલખિલાટ, અભયમ સહિતની જુદી જુદી ઇમરજન્સી ટીમો માટે ઓરકેસ્ટ્રાના તાલે ગરબાનું આયોજન કરી સેવાભાવી વર્કરોને બહુમાન આપ્યું હતું.
વલસાડમાં સેવાભાવી કાર્યો કરતી ગોકુલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષોથી વલસાડમાં ગરબાનું આયોજન થાય છે.

જેમાં આ વર્ષે પણ શ્રી તડકેશ્વર મહાદેવ મંદિરના પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન કરાયું છે. દરમિયાન ગજરોજ સાંજે સતત લોકો માટે દોડતા રહેતા જુદા જુદા ઇમરજન્સી સેવાઓ સાથે સંકળાયેલા વર્કરોને ગરબા રમાડી સામાજિક જવાબદારી નિભાવી હતી.

આ કર્મચારીઓને આવા મોટા આયોજનોમાં ગરબા રમવાની તક મળતી નથી તેઓએ એક કોલ આવતા જ મદદે જવાની ફરજ પડે છે.

ત્યારે ગતરોજ યોજાયેલા આ સ્પેશિયલ ગરબામાં કર્મચારીઓ ઓરકેસ્ટ્રાના તાલે ગરબા રમી આનંદમય બની ગયાં હતાં. ઇમરજન્સી સેવા સાથે સંકળાયેલા ખેલૈયાઓએ 108 એમબ્યુલન્સ બેનર, અભયમ મહિલા હેલ્પલાઇન, ખિલખિલાટ જેવા જુદાજુદા બેનરો પણ હાથમાં પકડી પ્રદર્શન કર્યું હતું.

ગોકુલ ગ્રુપ દ્વારા આયોજિત આ ગરબામાં 108, ખિલખિલાટ, એમ.એચ.યું, એમવીડી, 1962કરુણા, 181 અભયમ સહિતની ટીમોનાં વર્કરો દિલ ખોલીને ગરબા રમ્યા હતાં. ઇમરજન્સી સેવાના કર્મચારીઓએ ગરબાનું આયોજન કરવાં બદલ ગોકુલ ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર માન્યો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!