ગુજરાત એલર્ટ । વલસાડ
સ્વચ્છતા હી સેવા અભિયાન હેઠળ તા. ૧૧ ઓક્ટોબરને બુધવારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના આંબોસી ભવઠાણ ગામમાં સફાઈ અભિયાન અને હૈદરબારી ગામમાં સ્વચ્છતા અંગે જાગૃત્તિ કાર્યક્રમ હાથ ધરાયા હતા.
પારડી તાલુકાના નિમખલ ગામમાં સ્વચ્છતા અભિયાન જયારે ઉમરગામના સરીગામ ખાતે હેન્ડવોશ અને જનજાગૃત્તિ માટે સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી.
વલસાડ તાલુકાના બોદલાઈ ગામમાં સ્વચ્છતા અભિયાન હેઠળ સફાઈ કામગીરી, ડ્રોઈંગ સ્પર્ધા, સ્વચ્છતા રેલી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
વાપી તાલુકાના દેગામ ગામમાં સ્વચ્છતા અંગેના શપથ, સ્વચ્છતા માટે જાગૃતિ અને સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
લોકોમાં પણ સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનેક રીતે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે અભિયાનને સાર્થક બનાવવા માટે જન ભાગીદારી પણ એટલી જ મહત્વની છે.