વલસાડમાં યોજાયેલાં ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંતભાઈ કોશિયાનાં સેમિનારમાં વલસાડની 7 નકલી માવા તથા પનીરની ફેકટરીઓનો પ્રશ્ન ઉઠ્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ પટેલ સમાજની વાડી વલસાડ ખાતે ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર હેમંતભાઈ કોશિયાની વિશેષ ઉપસ્થિતિમાં અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્થાન સંગઠન તથા ગ્રાહક કલ્યાણ મંડળ વલસાડ દ્વારા આયોજીત ” ગ્રાહકો ની સમસ્યાઓ તથા ખાધ સુરક્ષા” પર સેમિનાર યોજાયો હતો. જેમાં વલસાડ ખાતે સાત જેટલી નકલી માવા તથા પનીર ની ફેકટરીઓનો પ્રશ્ન ઉઠ્યો હતો.
સેમિનારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે જણાવ્યું હતું કે ગુજરાતમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ટેકનોલોજી સાથે કાર્ય કરે છે. લોકોને સંતોષ થાય એનાં માટે દરેક જીલ્લામાં મોબાઈલ વાન ખાધ વસ્તુઓનાં નમુનાઓની ચકાસણી નું કામકાજ કરે છે. હેમંતભાઈ કોશિયા વિશેષમાં જણાવ્યું હતું કે એમનો વિભાગના ૪૭૦૦ કરતાં વધુ નો સ્ટાફ સાથે કાર્ય કરે છે જે ઓછું હોવા છતાં શ્રેષ્ઠ કામ કરી રહ્યું છે. રાજ્યમાં એમનાં વિભાગે કરેલી કામગીરીની આંકડાકીય માહિતી આપી હતી.

કન્ઝ્યુમર કનફેડરેશન ઓફ ઇન્ડિયા નાં કાર્યકારી પ્રમુખ પ્રિતીબેન પંડ્યાએ ગ્રાહકો ની સમસ્યાઓ પર વિગતવાર છણાવટ કરી હતી. પ્રશ્નોત્તરી દરમિયાન વીજ કંપની દ્વારા બે મહિનાનું બિલ આપવામાં આવે છે તે અંગે જણાવ્યું હતું કે જો એક મહિનાનું બિલ આપવામાં આવે તો બિલની રકમ માં ખાસું ઘટાડો આવી શકે છે. સરકાર આ બાબતે બે મહિના ના બદલે એક મહિનાનું બિલ આપે એ માટે એઓ સરકારમાં રજૂઆત કરી છે અને ફરી રજુઆતો કરશે. મેડિકલ અને મેડિસન (દવા) નાં ભાવો પર વિગતવાર માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે ગ્રાહકોએ પોતાની ફરિયાદ સંબંધિત અધીકારીઓને લેખિતમાં કરવા જણાવ્યું હતું.
સંગઠન નાં પ્રદેશ પ્રમુખ જેઠાભાઇ પટેલે જણાવ્યું હતું કે સંગઠન દેશભરમાં ૨૩ રાજ્યોમાં તથા ગુજરાતમાં અપવાદ જીલ્લાઓને બાદ કરતાં સમગ્ર ગુજરાતના જીલ્લાઓ માં સંગઠનનું માળખું છે. એમણે ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનર ને દરેક જીલ્લામાં ફૂડ સેમ્પલ ની ચકાસણી માટે લેબોરેટરી સ્થાપવાની માંગણી કરી હતી.
પ્રશ્નોત્તરી દરમિયાન વલસાડ ખાતે સાત જેટલી નકલી માવા તથા પનીર ની ફેકટરીઓનો પ્રશ્ન ઉઠ્યો હતો જેનો જવાબ આપવા માટે વલસાડ ફૂડ વિભાગના અધિકારી દિલીપભાઈ નાયકે જણાવ્યું હતું કે આ બાબતે એમનાં વિભાગ દ્વારા કાર્યવાહી કરવા માં આવી રહી છે તથા નમુનાઓ નો રિપોર્ટ આવે એટલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
કન્ઝ્યુમર કનફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત નાં પ્રમુખ બાબુભાઈ પટેલ તથા સંગઠનના સૂરતના અગ્રણી એડવોકેટ પ્રતાપ છાપિયાએ એમના પ્રાસંગિક પ્રવચનમાં ગ્રાહકો ની બાબતો પર છણાવટ કરી હતી. સંગઠન નાં પ્રદેશ ઉપપ્રમુખ વિજય ગોયલે જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષ દરમ્યાન સંગઠન દ્વારા ઘણા કાર્યો કરવામાં આવ્યાં છે જેમાં પ્રમુખ બે કાર્યોમાં ૧) સમગ્ર રાજ્યમાં નકલી માવા અને દૂધ ની બનાવટોની સામે ચલાવેલ અભિયાન તથા ૨) નેશનલ હાઇવે ઉપર પડેલા ખાડાઓ નાં કારણે થતા અકસ્માતોમાં જાનહાનિ તથા વાહનોને થતાં નુકસાની અંગે વળતર ની માંગણી નો અભિયાન ૨૦૨૨ માં ચલાવ્યું હતું. જેમાં ભારત સરકારે નેશનલ હાઇવે ઉપર ખાડાઓ નાં કારણે અકસ્માત થશે તો નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા નાં ઝોનલ અધિકારીની જવાબદારી નક્કી કરી હતી. જેનાં કારણે ૨૦૨૩ માં વરસાદમાં ખાડાઓ નાં રીપેરીંગ યુદ્ધ ના ધોરણે કરવામાં આવ્યું હતું.
વિજય ગોયલે જણાવ્યું હતું કે ચુંટણી બાદ વલસાડ જિલ્લામાં એક વિશાળ શિક્ષણ સંમેલનનું આયોજન કરવામાં આવશે જેમાં જિલ્લાની તમામ શાળાઓ ના આચાર્ય, સંચાલક, વાલીઓ તથા વિદ્યાર્થીઓ ને સામેલ કરવામાં આવશે અને પ્રવર્તમાન સમસ્યાઓનો સમાધાન લાવવાના પ્રયાસ કરાશે. વિજય ગોયલે પ્રદેશ પ્રમુખની સમંતિથી સંગઠનમા સૂરત જીલ્લા પ્રમુખ તરીકે એડવોકેટ લોરેન્સ વિલિયમ, વલસાડ જિલ્લા મહામંત્રી તરીકે સુનિલ સુરાના, વલસાડ મહામંત્રી તરીકે સ્વરૂપરામ સુથાર તથા વાપી શહેર પ્રમુખ તરીકે દીપક મોડેતની નિયુક્તિ કરી હતી.
કાર્યક્રમ માં અન્ય જીલ્લા ના પદાધિકારીઓ સહિત દક્ષિણ ગુજરાત કેમિસ્ટ એસોસિયેશન નાં પ્રમુખ કૌશિકભાઈ માકડિયા, વલસાડ તાલુકા હોલસેલ વેપારી મહામંડળ નાં પ્રમુખ સમીરભાઈ મપારા, અખિલ હિંદ મહિલા પરિષદ નાં મંત્રી કિર્તીબન ભાડુંતિયા, સંગઠન નાં જીલ્લા પ્રમુખ રાજુભાઇ મહેતા મહામંત્રી શ્રીપાદ દોન્ડે સોની, ઉમરગામ પ્રમુખ રાહુલ મહેતા, ધરમપુર પ્રમુખ મહેશ ટંડેલ અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. વલસાડ શહેર પ્રમુખ પ્રદીપ કોઠારી તથા ઉપપ્રમુખ મુકેશભાઈ ઓઝા તથા ગ્રાહક કલ્યાણ મંડળ વલસાડ નાં મહામંત્રી નરેશભાઈ બલસારી તથા એમની ટીમના ભારત ગોયલ, વિષ્ણુભાઈ પાટીલ, અશોક મોહડ, મંજૂર મલેક તથા પ્રદીપ વજીરાણી વગેરેએ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!