ગુજરાત એલર્ટ | ખેરગામ
૧૭૬-ગણદેવી વિધાનસભાના ધારાસભ્યની પકડવાળા ચીખલી ગણદેવી અને ખેરગામના હોદ્દેદારો બન્યા. ચીખલી મંડળમાં મયંક પટેલ ફરી નિમાયા, બીલીમોરા શહેરમાં નિરવભાઈ, વાંસદામાં સંજયભાઈ, નવસારીમાં રવિન્દ્રસિંહ સોની, નવસારી વિજલપુરમાં વિજયકુમાર ભટ્ટ, ગણદેવીમાં શૈલેષ હળપતિ, ગણદેવી શહેરમાં હાર્દિક વૈદ્ય, જલાલપુરમાં હિતેશ અને ખેરગામમાં લિતેશ રમેશ ગાંવિતની પ્રમુખ તરીકે નિમણૂક જિલ્લા ચૂંટણી અધિકારી સંજય પટેલે જાહેર કરી છે.