ગુજરાત એલર્ટ । ખેરગામ
મંગળવારે ગુજરાતમાં ત્રીજા ચરણના ૨૫ લોકસભા બેઠકો માટે મતદાન સવારે સાતથી શરૂ થઈ સાંજે છ વાગે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયું. પરંતુ ૮૫+ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ચૂંટણી પંચ દ્વારા જે તે ના ઘરે જઈને મત પત્રક પર મતદાન કરાવવાની- સ્વસ્તિક સિક્કો લગાવવાની પ્રક્રિયાથી લગભગ આઠ જણા વંચિત રહ્યા હોવાનું જાણવા મળે છે. ૨૯ એપ્રિલની આસપાસ ૯૪ વર્ષીય મંગલાગૌરી નગીનદાસ કાપડિયા -એકમાત્ર વૃદ્ધા પાસે મતદાન ટીમ ઘરે આવીને મતદાન કરાવી ગઈ જ્યારે ૧૦૩ વર્ષના નંદુબા પોપટલાલ જોશી અને ૯૫ના રામીબેન બુધાભાઈ લાડ (છબીમાં દ્રશ્યમાન છે)પાસે ઘર બેઠા ટીમ પહોંચી નહીં. ચૂંટણી પંચ સો ટકા મતદાન માટે અનેક પ્રયોગો અખતરા કરે છે વરિષ્ઠોને ઘરે જઈને મતદાન કરાવવામાં ખેરગામ કેમ વંચિત રહ્યું? ચૂંટણી લડતા પક્ષો અને ચૂંટણી અધિકારીએ ખેરગામમાં કેટલા વરિષ્ઠ 85 પ્લસ છે તે તમામની પાસે કેમ ટીમ મોકલાવી નહીં?
કે કેમ તે તપાસનો વિષય છે. 29 એપ્રિલની આસપાસ મંગલાગૌરી નગીનદાસ કાપડિયા ૯૪ વર્ષીય વૃદ્ધા પાસે ઘર બેઠા મતદાન કરાવવા કેટલાક માણસો સાથેની ટીમ આવી મતદાન કરાવી ગયા હતા. ભવાની ફળિયા ખાતેના નિવૃત્ત શિક્ષક દંપતિ બળદેવભાઈ પુનાભાઈ પરમાર કે જેઓ 91 વર્ષના છે, સૌપ્રથમ વખત મતદાન કરવાથી વંચિત રહેતા ભારે અફસોસ વ્યક્ત કરી આંસુ સારતા હતા કે જેમણે તેમની 86 વર્ષીય શિક્ષિકા પત્ની સવિતાબેનને આગ્રહપૂર્વક મતદાન કરાવવા મોકલી મતદાન કેન્દ્રમાં મત આપ્યો હતો જ્યારે પોતે વંચિત રહ્યા, પણ પત્નીએ મતદાન કરતા આનંદ વ્યક્ત કરતા હતા.