ખેરગામ
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અને સર્વ શિક્ષા અભિયાન અને અંતર્ગત ખેરગામ વિસ્તારના બાળકોના ઉજજવળ ભવિષ્ય માટે ખેરગામ કુમાર શાળા (પ્રાથમિક શાળા)માં આધુનિક સુવિધાઓ સાથે 30 લાખના ખર્ચે મકાનનું બાંધકામ કરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેનું ભૂમિ પૂજન ધારાસભ્ય નરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહીરનાં હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ખેરગામ તા.પ.પ્રમુખ રક્ષાબેન પટેલ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન દર્શનાબેન પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ચુનિભાઈ કે પટેલ, મહામંત્રી શૈલેષ ટેલર, પ્રશાંતભાઈ પટેલ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહી માં સરસ્વતીને પ્રાર્થના કરી હતી. ખેરગામ કુમાર શાળા ખાતે ગ્રાઉન્ડ પહેલા માળે કુલ પાંચ જેટલા વર્ગખંડોનું નિર્માણ કરવામાં આવશે. કુમાર શાળામાં ઘણા વર્ષો પૂર્વે બનેલી શાળાનું મકાન જૂનું અને જર્જરિત થતા ઘણા સમયથી નવું બાંધકામ થાય તે માટેની માંગ ઉઠી હતી.