ખેરગામમાં ભાગવત કથાનું પુણ્ય કોરોના મૃતકોને અર્પણ કરવામાં આવ્યું.

ખેરગામ

નવસારી જિલ્લાના ખેરગામ ગામે જગદંબાધામમાં ચાલી રહેલી કથાકાર પ્રફુલભાઈ શુકલની ૮૦૫ મીભાગવત કથાને આજે વિરામ આપવામાં આવ્યો હતો.સ્વ:જીજ્ઞેશકુમાર મકનભાઇ પટેલ ના સ્મરણાર્થે યોજાયેલી શ્રીમદ્દ ભાગવત કથાનું પુણ્ય કોરોના મૃતકોને અર્પણ કરવામાં આવ્યું હતું.તે સમયે ‘હરયે નમઃ’ નો મંત્રોચ્ચાર કરવામાં આવ્યો હતો.પ્રિ.ભરતભાઈ પટેલ અને ગં.સ્વ: લીલાબેન પટેલ દ્વારા પિતૃતર્પણ કરીને બ્રાહ્મણોનું પૂજન કરવામાં આવ્યુ હતું.સ્વ:સુધાબેન મોહનભાઇ ભક્ત (મનપુર) ના સ્મરણાર્થે ૭ દિવસનું બ્રહ્મભોજન દાતા શ્રી જીતુભાઈ તથા રોહિતભાઈ ભક્તનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.ફ્લધરા જલારામધામથી શ્રી ફુલસિંગભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. વ્યાસપીઠ પરથી કથાકાર પ્રફુલભાઈ શુક્લ એ કહ્યું હતું કે કોરોનામાં મૃત્યુ પામેલા આત્માઓને સદ્દગતી મળે અને વિશ્વ કોરોનામુક્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ.ફેસબુક પર કથા શ્રવણ કરી રહેલા શ્રોતાઓ , સંગીતકારો દિપક બારોટ ,ક્રિષ્ન શુક્લ ,માક્ષિત રાજ્યગુરૂ , બંટી પટેલ , પ્રતીક પટેલ સહિત બધાએ સમૂહમાં કૃષ્ણકિર્તન કર્યું હતું.મહાપ્રસાદ લઈને ભાગવત કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!