હૈદરાબાદમાં પૈસા ન ચૂકવતાં એક કરોડની લેમ્બોર્ગીની પેટ્રોલ છાંટી સળગાવી દીધી

ગુજરાત એલર્ટ । હૈદરાબાદ
હૈદરાબાદ શહેરની હદમાં અંદાજિત 1 કરોડ રૂપિયાની ફેન્સી સ્પોર્ટ્સ કારમાં આગ લાગી હતી. સોમવારે પીળી લેમ્બોર્ગિની કાર સળગતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અંગે વધુ તપાસ કરતા પોલીસને કારને સળગાવી દેવાઇ હોવાનું જાણવાં મળ્યું હતું.
પોલીસના જણાવ્યા અનુસાર નીરજ તેની 2009ની લેમ્બોર્ગિની વેચવા માંગતો હતો. ખરીદનાર શોધવા માટે તેણે તેના મિત્રોની મદદ માંગી હતી. તેના એક મિત્રને અહેમદ નામનો એક વ્યક્તિ મળ્યો જેણે કાર ખરીદવામાં રસ દાખવ્યો હતો. વાતચીત દરમિયાન અહેમદે નીરજના મિત્ર અમન હૈદરને 13 એપ્રિલે કાર ફાર્મહાઉસમાં લાવવા માટે જણાવ્યું પરંતુ, નક્કી કરેલી જગ્યા તરફ જવાને બદલે અમન તેના અન્ય મિત્ર હમદાન સાથે હૈદરાબાદ એરપોર્ટ તરફ ગયો. અહીં જ તેનો સામનો અહેમદ અને તેના સાથીઓ સાથે થયો હતો. આ પછી આ ચોંકાવનારી ઘટના બની અને અમનને પણ કંઈ ખબર ન પડી અને કારમાં આગ લાગી ગઈ.
અહમદ અને તેના કેટલાક મિત્રો કારને શહેરની બહાર લઈ જાય છે અને તેના પર પેટ્રોલ રેડીને તેને સળગાવી દે છે. અહમદના મતે નીરજ તેના બાકી પૈસા ચૂકવતો ન હતો અને અમનના આ મુદ્દાને ઉકેલવાના અગાઉના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા હતા તેથી કથિત રીતે નીરજની મોંઘીદાટ કારને સળગાવીને બદલો લેવાનું નક્કી કર્યું. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!