વલસાડ
વલસાડ તાલુકાના ઘડોઈગામે ૫ દિવસથી ગામોમાં મરઘાને ફાડી ખાઈને આતંક મચાવતો દીપડો વન વિભાગની ટીમે મુકેલા પાંજરામાં પૂરાઇ જતાં ગામના લોકો એ રાહત નો શ્વાસ લીધો હતો દીપડાને ચણવઇના ફોરેસ્ટ વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો
વલસાડ તાલુકાના ઘડોઈ અને ધમડાચી ગામે છેલ્લા ઘણા સમયથી દીપડા વિસ્તારો કરી રહ્યા છે અને બકરા અને મરઘાનો શિકાર કરી રહ્યા છે વન વિભાગની ટીમે આ બંને વિસ્તારોમાં પાંજરાગોઠવ્યા છે વલસાડ તાલુકાના ઘડોઈ દલા ફળિયામાં રહેતા ગિરીશ છોટુભાઈ પટેલ ના ઘરના પાછળના ભાગે વાડામાં પાંજરામાંથી દીપડાએ મરઘા ફાડી ખાધા હતા તથા આજુબાજુના વિસ્તારોમાં પણ દીપડાએ મરઘા ફાડી ખાઈને ભારે આતંક મચાવ્યો હતો અને ગામમાં નીકળવાનું પણ લોકોનૂ ભારી પડી ગયું હતું જેની જાણ ગામજનોએ વનવિભાગના આર.એફ.ઓ મહિલા અધિકારી અંજનાબેન પાલવાને જણાવ્યું હતું જ્યારે મહિલા અધિકારી તેમની ટીમને લઈને ઘડોઈ વિસ્તારમાં વિઝીટ કરી ને ઘડોઇ દલા ફળિયા વાડીમાં ત્રણ દિવસ પહેલા પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું પણ આજરોજ સવારે દીપડો પાંજરે પુરાતા જેની જાન ગ્રામજનોને થતાં ગ્રામજનો દીપડાના જોવા માટે લોકોનું ટોળું પહોંચી ગયા હતા જ્યારે વન વિભાગની ટીમે દીપડાને વલસાડના ચણવઇ ફોરેસ્ટ વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો આ બાબતની માહિતી મહિલા આર એફ ઓ અંજનાબેન પાલવા જણાવ્યું હતું
આ દીપડો છેલ્લા પાંચ દિવસથી આજુબાજુ વિસ્તારોમાં મરઘા નો શિકાર કરતો હતો અને પાંજરૂ મુક્તા દિપડો પુરાઈ ગયો છે અને આશરે ચારથી પાંચ વર્ષનો દીપડો છે એમને ચીફ લગાવીને એકાત જંગલ વિસ્તારોમાં છોડી મુકવામાં આવશે.