ડાંગના શબરીધામમાં ધારાસભ્ય નરેશભાઇ પટેલ “મોગરી બા” ની ૧૪મી પુણ્યતિથિએ માતૃવંદના કરશે

ગુજરાત એલર્ટ | ખેરગામ
માં શબ્દમાં આખું બ્રહ્માંડ સમાઇ જાય છે, ત્રણ લોકનો સ્વામી પણ મા વિના ભિખારી ગણાય, સાક્ષાત પરમાત્મા પણ મા ની સામે બાળક (દત્તાત્રેય)બની જાય, તેવાં સહુની ઉપર હેત વરસાવનારા `સ્વ. માતાજી- મોગરી બા- ની ૧૪મી પુણ્યતિથિ બુધવાર તા. ૨૫-૧૨-૨૦૨૪ ના રોજ સવારે ૯ : ૩૦ કલાકે શબરીધામ- સુબીર મુકામે રાખવામાં આવેલ છે, આ માતૃ વંદના પ્રસંગે સ્વર્ગીય મોગરી બા ને શ્રધ્ધાંજલી અર્પણ કરવા આપ સહભાગી થશો એવી પ્રાર્થના છે.
આ સ્મરણાંજલિ કાર્યક્રમમાં પૂ. સ્વામી અસીમાનંદજી, પૂ. વિજયબાપુ વાંઝણાવાળાના સાંનિધ્યમાં સત્સંગ પ્રાર્થના બાદ આશ્રમ શાળાના છાત્રોને સ્ટેશનરી વિતરણ સ્મૃતિ ભેટ સાથે પ્રિતીભોજન લઇશું. આ આશ્રમશાળાને શ્રી નરેશભાઈએ કેબિનેટ મંત્રીપદ દરમિયાન અનુદાનિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેથી મોગરીબાની શ્રદ્ધાંજલિ માટે સૌ પ્રથમ વખત વતન બહાર કાર્યક્રમ યોજ્યો છે. ત્રણેય ભ્રાતાઓ-હીરાભાઈ-ઝવેરભાઈ અને નરેશભાઈ સૌ શુભેચ્છકોને આવકારે છે. જેમાં નવસારી જિલ્લા ભાજપના આગેવાનો પણ પધારનાર છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!