ગુજરાત એલર્ટ | આહવા
ડાંગ જિલ્લામાં એક તરફ પ્રાથમિક શિક્ષણ વિભાગ પાસે નાના ભૂલકાંઓના શિક્ષણ માટે ઓરડાની ખોટ જ્યારે બીજી તરફ મંજુર ઓરડામાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી રહી છે.
ડાંગ જિલ્લામાં આવેલ મુખ્ય વહીવટી મથક આહવા ખાતે પ્રાથમિક શાળામાં ઓરડાઓ મંજુર થયા તેનો ઉત્સવ ભાજપે મનાવી લીધો પણ જે એજન્સીને કામકાજ લીધું તે કામમાં વેઠ ઉતરાઈ રહી હોવાનું જણાય છે. એજન્સી દ્વારા નિમ્ન કક્ષાનું હલકી ગુણવત્તા યુક્ત માલ મટેરિયલનો ઉપયોગ કરી બિલ્ડીંગનું બાંધકામ કરવામાં આવી રહ્યું હોવાની ચર્ચા છે. જિલ્લા પંચાયતના જવાબદાર અધિકારીઓ આ મામલે કોઇ કાર્યવાહી ન કરતાં તેમની સામે શંકા સેવાઈ રહી છે.
જ્યારે મીડિયા દ્વારા આહવામા ચાલતા આ કામ બાબતે પુછપરછ કરવામાં આવી તો ટેક્નિકલ ટીમના હું કઈ તમારી સાથે આવવા બંધાયેલો નથી એવા જવાબો આપવામાં આવે છે. વધુમાં સ્કૂલ નિર્માણ સમયે કેટલી વાર વિઝીટ કરી એમ પૂછતાં જવાબ આપતા જણાવ્યું કે એ મારી જવાબદારી નથી. આ બધું તમને જણાવી શકું નહિ. તેમની આ નીતિથી આહવામાં સ્કૂલના કામોમાં વેઠ ઉતારનારાને કહેનાર કોઈ નથી.