ગુજરાત એલર્ટ l આહવા
ડાંગ જિલ્લામાં કેન્દ્ર સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજનામાં આહવા, સુબીર અને વઘઈ તાલુકામાં કર્મચારીઓ ઓડિટના નામે હપ્તો પાસ કરવા માટે તેમજ લાભાર્થીના એકાઉન્ટમાં રૂપિયા નાખવા માટે લાભાર્થી પાસેથી એક હપ્તા પેટે રૂ.1500 પડાવી લેવાના પ્રકરણનો અખબારી અહેવાલ છપાતાં તંત્ર દોડતું થયું છે. કેવી રીતે અધિકારીઓ અને કર્મચારીઓ ગરીબ લોકો પાસે કરોડો રૂપિયા ઉસેટી લે છે તેનો વિગતવાર અહેવાલ ગુજરાતએલર્ટ અખબાર અને વેબપોર્ટલ પર પ્રસારિત થયો હતો. ભ્રષ્ટાચારનો પર્દાફાશ થતાં સફાળા જાગેલા ડાંગ વહીવટ તંત્રએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ડાંગ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ટીડીઓ પાસેથી અહેવાલ મંગાવ્યો છે. એ અહેવાલ જોયા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે એમ જણાવ્યુ હતું.