ગુજરાત એલર્ટ | વલસાડ
આજરોજ ચણવઈ ગામનાં મુખ્ય રસ્તાઓ તેમજ R.O. પ્લાન્ટનું લોકાર્પણ મોટી સંખ્યામાં ગામનાં લોકોની હાજરીમાં થયું હતું. આ ઉપરાંત ચણવઈ ગામે 2.60 કરોડના ખર્ચે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.
આ કાર્યક્રમમાં વલસાડનાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ તેજસભાઈ પટેલ, જિ.પં. સભ્ય તેજલબેન પટેલ, સંગઠન મંત્રી હેતલબેન પટેલ, તાલુકા સભ્ય વિપુલભાઈ પટેલ, ગામના સરપંચ મનિષભાઈ પટેલ, પારનેરા ગામના સરપંચ ભરતભાઈ પટેલ, OBC મો૨ચા પ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, ગામનાં ઉપસરપંચ શારદાબેન રાઠોડ તેમજ જિલ્લા માહયાવંશી એકતા પરિષદનાં પ્રમુખ પ્રશાંતભાઈ વાઘેલા, ચણવઈ ગ્રામ પંચાયતના સભ્ય ઉપસ્થિત રહ્યા હતાં.
ધારાસભ્ય ભરતભાઈ પટેલે અગાઉનાં વર્ષોમાં ચણવઈ ગામમાં જુદી જુદી ગ્રાન્ટમાંથી કામો કર્યા છે અને ભવિષ્યમાં હજીપણ વધુ વિકાસના કામો કરવાની બાંહેધરી આપી હતી. જિ.પં.ના પ્રમુખ મનહરભાઈ પટેલે ગામમાં લોકોની હાજરી અને કામોને બિરદાવ્યા હતાં.
તેમજ મંત્રી હેતલબેન પટેલે વધુ કામોની રૂપરેખા આપી હતી. ગામનાં સરપંચ મનિષભાઈએ ગ્રામજનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.