વલસાડ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી, વલસાડ દ્વારા મોટરિંગ પબ્લિકની સગવડતા માટે ટુ-વ્હીલર વાહનોની GJ-15-DM, DN અને DL જ્યારે ફોર-વ્હીલર વાહનોની GJ-15-CL અને CK સિરીઝમાં પસંદગી નંબરની ફાળવણી માટે ઓનલાઈન ફેર હરાજી કરાશે. વાહન માલિકો તેમના વાહનોનું રજીસ્ટ્રેશન http://parivahan.gov.in/fancy ઉપર ઓનલાઈન કરી હરાજીમાં ભાગ લઈ શકશે.
જે અનુસાર તા.૧૮/૦૬/૨૦૨૧ થી તા.૧૯/૦૬/૨૦૨૧ ના રોજ હરાજી માટેનાં ફોર્મ રજીસ્ટ્રેશન કરી એપ્લીકેશન કરવાની રહેશે. તા.૨૦/૦૬/૨૦૨૧ થી તા.૨૧/૦૬/૨૦૨૧ ના રોજ હરાજી માટેનુ બીડિંગ ઓપન થશે અને તા.૨૨/૦૬/૨૦૨૧ ના રોજ ૧૫-૦૦ કલાકે ઓપન થશે. ત્યાર બાદ અરજદારે ફોર્મ પાંચ દિવસમાં જમા કરવવાના રહેશે. અરજદારોએ વાહન ખરીદ કર્યાની તારીખથી સાત દિવસની અંદર સીએનએ ફોર્મ ભરેલું હોવું જોઈએ. વેલીડ સીએનએ ફોર્મ રજુ નહીં કરનારા અરજદારને હરાજીમાં નિષ્ફળ જાહેર કરવામાં આવશે.
હરાજીની પ્રક્રિયા પૂર્ણ થયાના પાંચ દિવસમાં નાણાં જમા કરાવવાના રહેશે. અરજદાર જો આ નિયત સમયમર્યાદામાં નાણાં ચૂકવવામાં નિષ્ફળ જશે તો જે તે નંબર માટે મૂળ ભરેલી રકમ જમા કરી જે તે નંબરની ફરી હરાજી કરવામાં આવશે. ઓનલાઈન હરાજી દરમિયાન અરજદારે આરબીઆઈ દ્વારા નક્કી કરેલ દરે ચાર્જ ચુકવવાના રહેશે. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી નિયમ મુજબના દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવા અરજી કરી શકાશે. સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે, જેની નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી વલસાડ દ્વારા જણાવાયું છે.