ગુજરાત એલર્ટ । વલસાડ
ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘરઆંગણે આસાનીથી મળી રહે તે હેતુસર ikhedut.gujarat.gov.in પોર્ટલ(i-ખેડૂત પોર્ટલ) તૈયાર કરવામાં આવ્યું છે. આ પોર્ટલ મારફત સને ૨૦૨૪-૨૫ માટે સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર તથા પાણીના ટાંકાના બાંધકામ માટે સહાય યોજના અંતર્ગત તા.૧૮-૦૬-૨૦૨૪ ના રોજ સવારે ૧૦-૩૦ વાગ્યાથી દિન-૭ માટે ખેડુતો ઓનલાઇન અરજીઓ કરી શકશે. આ તમામ યોજના હેઠળ લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોએ i– ખેડૂતપોર્ટલ મારફતે અરજી કરવા અંગે નોંધ લેવા સૌ ખેડૂતમિત્રોને જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.
સ્માર્ટફોન, પાક સંગ્રહ સ્ટ્રકચર – પાણીના ટાંકાના બાંધકામ સહાય યોજના માટે i-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકવામાં આવશે: ૧૮મી જૂન સવારે ૧૦-૩૦ વાગ્યાથી સાત દિવસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.
