ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડમાં 100 ટકા મતદાન થાય તે માટે અનેક શોરૂમના, હોટલ રેસ્ટોરન્ટના માલિકોએ મતદાનના દિવસે જબરજસ્ત ડિસ્કાઉન્ટની ઓફર કરી છે અને એનો ફાયદો ઉઠાવવા ગ્રાહકો અત્યારથી જ પ્લાનિંગ કરી રહ્યા છે.
વલસાડ જિલ્લામાં લોકસભાની ચૂંટણીમાં 100 ટકા મતદાન થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં જાગૃતિ કાર્યક્રમ કરાઈ રહ્યા છે. વલસાડ નગરપાલિકા પણ શહેરમાં વધુ મતદાન થાય એ માટે હાઉસ ટેક્સ સુપ્રિટેન્ડેન્ટ્સ ઓફિસર રમણભાઈ રાઠોડ તથા એમની ટીમ કોલેજમાં, દુકાનોમાં બેનરો લગાવીને મતદારો 100 ટકા મતદાન કરે એવા સંકલ્પ લેવડાવી રહ્યા છે. દુકાનોમાં 7 તારીખે મતદાન કરશે તો લોકોને ડિસ્કાઉન્ટ મળશે એવી પણ સ્કીમ રાખવામાં આવી રહી છે. જેથી મતદારો મતદાન કરે એ માટે પૂનમ ઇલેક્ટ્રોનિક, હોટલ ખોડિયાર, હોટલ શ્રીનાથ, હોટલ ઓરિઝોન, ગીરિરાજ કાઠીયાવાડી હોટલ મતદાન કરીને આ હોટલમાં જમવા જશો તો 10% ડિસ્કાઉન્ટ મળશે એવી સ્કીમ મૂકવામાં આવી છે. જ્યારે મતદાન કરીને મેડિકલમાં દવાઓ લેવા જશે તો 7 ટકા ડિસ્કાઉન્ટ મળશે તથા રજવાડી કપડા શો રૂમમા 7 ટકા તથા મંગલદીપમાં 14 ટકા ડિસ્કાઉન્ટ મળશે. જ્યારે કસ્તુરબા હોસ્પિટલ તથા ડોક્ટર હાઉસમાં પણ મતદાન અવશ્ય કરો એવા બેનરો લગાડવામાં આવ્યા છે.
વલસાડ નગરપાલિકાના શોપ ઇન્સ્પેક્ટર રમણભાઈ રાઠોડે મતદાન કરી દુકાન માલિકો દ્વારા રાખવામાં આવેલી સ્કીમનો મહત્તમ લાભ ઉઠાવવા અપીલ કરી છે.