ગુજરાત એલર્ટ | આહવા
ગીરીબટ્ટ સાપુતારા ખાતે તૈયાર કરાયેલ નવી પોલીસ લાઈનમાં ઘરમાં પ્રવેશતા પહેલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ સાપરિવાર વાસ્તુ પૂજન કર્યું હતું.
પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાની ઉપસ્થિતિમાં યોજાયેલા સત્યનારાયણ કથા અને વાસ્તુ પૂજનના આ કાર્યક્રમમાં પોલીસ અધિકારીઓ તેમના પરિવારજનો સાથે જોડાયા હતા અને પૂજા-અર્ચના કરી ઘરમાં પ્રવેશ કર્યો હતો. પોલીસ અધિકારી પૃથ્વીરાજસિંહ ઝાલા અને હેતલ બા, અમિતભાઈ ચૌધરી અને દક્ષાબેન તેમજ પીએસઆઈ એન.ઝેડ.ભોયા અને હેમલતાબેન વગેરે પૂજામાં જોડાયા હતા.
એસપી યશપાલ જગાણીયા, નાયબ પોલીસ અધિક્ષક એસજી પાટીલ અને જેએચ સરવૈયાએ ઘરમાં પ્રવેશેલા પોલીસ પરિવારોને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે હોટલ ઓનર્સ એસોસીએશનના પ્રતિનિધિઓ, સાપુતારાના સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ વગેરેએ ભાગ લીધો હતો.
ગીરીબટ્ટા સાપુતારા ખાતે નવનિર્મિત પોલીસ આવાસ ખાતે વાસ્તુ પૂજન સાથે ગૃહ પ્રવેશ
