વલસાડનાં ભાગલમાં પ્રથમ વખત યોજાઇ હોર્સરેસ: 35 ઘોડેસવારોએ કસબ અજમાવ્યો

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના ભાગલ ગામે કરદીવામાં પ્રથમ વખત અશ્વ હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અશ્વ સ્પર્ધામાં 35 થી વધુ અશ્વસવારોએ ભાગ લીધો હતો. આ ઘોડેસવારોને રેસમાં લાઈવ જોવા ગ્રામજનોને મજા પડી ગઈ હતી.

ભાગલમાં પ્રથમ વખત યોજાયેલી આ ઘોડે સવારી રેસમાંઆ અશ્વ સ્પર્ધામાં 35 થી વધુ અશ્વ સવારોએ ભાગ લીધો હતો. જેમાં ગેલબમાં 14 થી વધારે અશ્વસવારો, નાની મનોરંજન રેસમાં માં 15થી વધૂ અને મોટી રેસમાં 5 જેટલા અશ્વસવારોએ ભાગ લીધો હતો. ગૅલપ રેસમાં પ્રથમ ક્રમે યશ(અકલુ)કિરણભાઈ દેસાઈ, ગામ-વલસાડ પારડી, ઘોડાનું નામ-શંભુ, સવારનું નામ- અલીભાઇ, ઇનામ- રૂ.૫૦૦૦/-, બીજા ક્રમે સંજયભાઈ કાંતિભાઈ આહીર, ગામ- સોનવાડા ડુંગરી(વલસાડ), ઘોડીનું નામ – રફા ઘોડી, સવારનું નામ- ધ્રુવ આહિર, ઇનામ રૂ.૩૦૦૦/-, ત્રીજા ક્રમે સાગર ભીખુભાઈ આહીર, ગામ- ખેરગામ.(ચીખલી), ઘોડીનું નામ- હીરા ઘોડી, સવારનું નામ- સાગર આહિર, ઇનામ રૂ.૨૦૦૦/- આપવામાં આવ્યાં હતાં.

ચેતક હોર્સ ગ્રુપ દ્વારા આયોજિત આ અશ્વ સ્પર્ધામાં રવિવારનો દિવસ હોવાથી આ સ્પર્ધા નિહાળવા માટે મોટી સંખ્યામાં અશ્વપાલકો સહિત પ્રેક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રતિયોગીતા દરમિયાન લોકોએ અલગ અલગ જાતના અશ્વની માહિતી પણ મેળવી હતી અને પ્રતિયોગીતા દરમિયાન ચેતક હોર્સ ગ્રુપના સભ્યોએ તમામ પ્રેક્ષકો અને અશ્વવારોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ હરીફાઇને સફળ બનાવવાં જીગર અનિલભાઈ મહેતા, તલિયારા, નિરલ (નીમુ) હસમુખભાઈ પટેલ, વંકાલ, કેવિન ધનસુખભાઈ પટેલ, વંકાલે ખૂબ મહેનત કરી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!