ઉચ્ચ અધિકારીઓ સાથે પોલીસ કાફલો અકસ્માતની જગ્યાએ પહોંચ્યો: દ્રશ્યો જોવા લોકો ઉમટ્યા
આણંદના તારાપુર નજીક ટ્રક અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થતા 10 લોકોના મોત થયાના સમાચાર છે. પ્રાથમિક માહિતી પ્રમાણે સુરતથી ભાવનગર પરિવાર જઈ રહ્યો હતો. ત્યારે ઈંદ્રાજ પાસે અકસ્માત નડ્યો હતો. જેમાં 10 લોકોના મોત થયાની માહિતી છે. અસ્કમાતને પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા છે અને પોલીસને જાણ કરતા સ્થાનિક અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે.પ્રાથમિક માહિતી અનુસાર, સવારે 6 થી 6.30 ની વચ્ચે આ અકસ્માત બન્યો હતો. GJ 10 VT 0409 નંબરની ઇકો ગાડીને અકસ્માત નડ્યો હતો. ભાવનગરનો પરિવાર સુરતથી ભાવનગર ઈકો કારમાં સવાર થઈને જઈ રહ્યો હતો. ઈકો કારમાં એક જ પરિવારના 10 સભ્યો હતા. તારાપુરથી 15 કિલોમીટર બગોદરા પાસે ટ્રક સાથે કારનો અકસ્માત સર્જાયો હતો. ઈકો કાર ભાવનગર તરફ જતી હતી અને ટ્રક બગોદરા તરફ આવતો હતો. આ દરમિયાન અકસ્માત સર્જાતા કારમાં સવાર તમામ 10 લોકોના મોત નિપજ્યા છે. જોકે, હાલ આ પરિવાર કોણ છે તેની માહિતી મળી નથી. ઘટના બાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. ઘટનાને પગલે તારાપુર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મૃતકોને તારાપુર રેફરર હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.