ગુજરાત એલર્ટ | વલસાડ
“મહિને પગાર જમા થાય એટલે બસ” એમ ન વિચારી કપરાડાની ચાવશાળા પ્રાથમિક શાળાને ઉચ્ચસ્તરે લઇ જનારાં મહિલા આચાર્ય હિરલ પટેલનું શિક્ષક દિને વલસાડ જિલ્લા કલેકટર દ્વારા શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરાતાં શિક્ષક વર્તુળ સહીત સ્વજનોમાં ખુશીની લાગણી ફરી વળી છે.
કપરાડાની ચાવશાળા પ્રાથમિક શાળાના આચાર્ય હિરલ રતિલાલ પટેલે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓની માહિતીનું સંકલન કરી લેખો લખ્યા એ લેખો CCRT ની વેબસાઈટ પર પ્રકાશિત થયા હતાં. જે બદલ તેમને શિક્ષકોએ કહું ખુબ અભિનંદન આપ્યાં હતાં. ઉપરાંત રાજ્ય કક્ષાએ શાળામાં ચાલતી ઇકો ક્લબનું પ્રેઝનટેશન, IIM અમદાવાદ ખાતે 50 દિવસની “સેતુ” પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી કરી હતી. શાળામાં રૂ. ૩.૫ લાખથી વધુ દાન મેળવી શાળાના વિકાસના કાર્યો કરાવી શાળાને સુંદર બનાવી ગામલોકોમાં પણ તેમની કામગીરી વખણાઈ હતી. શાળાના વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી 8 વખત રાજયકક્ષાએ રમતોત્સવમાં ભાગીદારી કરાવી હતી તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા 3 વખત રાજ્ય કક્ષાએ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હારો. તેમનું તા. 15-08-22 એ પ્રતિભાશાળી શિક્ષક તરીકે અને તા. 26-01-23 એ તાલુકાકક્ષાના પ્રજાસત્તાક દિન ઉજવણી કાર્યક્રમમાં તાલુકામાં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું. એટલું જ નહિ જિલ્લાકક્ષાએ પસંદ કરાયેલાં શ્રેષ્ઠ ક્રિયાત્મક સંશોધનમાં શાળાને સમગ્ર જિલ્લામાં SAT અને PAT ના પરિણામમાં દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવવા બદલ અને રાજ્ય કક્ષામાં શાળાની વિવિધ ક્ષેત્રોમાં ઉપસ્થિતિ બદલ શિક્ષણમંત્રીના હસ્તે કુલ ચાર એવોર્ડ મળ્યાં હતાં. શિક્ષક દિને તેમને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વલસાડના કલેકટર ક્ષિપ્રા આગ્રેના હસ્તે સન્માનવામાં આવતાં હિરલ પટેલે આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
“મહિને પગાર જમા થાય એટલે બસ” એમ ન વિચારનારા મહિલા આચાર્યનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન
