અહી પરપુરુષ સાથે ૭ વખત સેકસ માણે છે સ્ત્રીઓઃ કારણ છે ‘અજબ’

અજબ છે અહીંના માન્યતા, રસપ્રદ છે તેની પાછળની કહાની

જાકાર્તા: આપણે ત્યાં માનવામાં આવે છે કે, જે સ્ત્રી પોતાના પતિ ઉપરાંત કોઈ અન્ય વિશે વિચાર નથી કરતી તેના પર ભગવાનની કૃપા થાય છે. પરંતુ, એક જગ્યા એવી પણ છે કે જયાંની માન્યતા છે કે, જો સ્ત્રી પરપુરુષ સાથે સંબંધ બાંધે છે તો ત્યાંના દેવતા તેમને આશીર્વાદ આપે છે. પરંતુ શરત એ છે કે, સ્ત્રીએ ૧-૨ નહીં પરંતુ ૭ વખત પરપુરુષ સાથે શારીરિક સુખ માણવું પડશે. અહીંના લોકોની માન્યતા છે કે, આવું કરવાથી ઘરમાં સુખ-સંપત્તિ આવે છે.હકીકતમાં આ માન્યતા પાછળ એક રસપ્રદ કહાની છે. જણાવાયા મુજબ, ૧૬મી શતાબ્ધિમાં અહીં પેંગેરન સમોદ્રો નામનો રાજા હતો. તે પોતાની ઓરમાન મા સાથે શારીરિક સંબંધ બાંધતો હતો. એક દિવસે તે પોતાની ઓરમાન મા નાયી ઓંત્રોવુલાન સાથે શારીરિક સંબંધ બાંધી રહ્યો હતો, ત્યારે જ તેની હત્યા કરી દેવાઈ હતી. એ બંનેને શ્રદ્ઘાંજલિ આપવા માટે દર વર્ષે લોકો આ જગ્યાએ સંબંધ બાંધે છે. તેમાં સ્ત્રીઓ પહેલા પેરેંરન સમોદ્રો અને નાયી ઓંત્રોવુલાનની કબર પર ફુલ ચડાવે છે, પછી ત્યાં ઉપસ્થિત અજાણ્યા પુરુષ સાથે શારીરિક સંબંધ બાંધે છે.આ જગ્યાનું નામ છે સોલો. તે ઈન્ડોનેશિયાનું એક નાનકડું ગામ છે. આ ગામમાં એક પર્વત છે, જેનું નામ કેમુકસ છે. માનવામાં આવે છે કે, જે લોકો અહીં આવીને સંબંધ બાંધે છે, તેમના ઘરમાં ખુશાલી આવે છે.
એટલું જ નહીં, અહીં પર જે પુરુષ અને મહિલા આવીને સેકસ માણે છે, તેમણે બરાબર ૩૫ દિવસ પછી ફરી આવીને સેકસ માણવું પડે છે. એવું વર્ષમાં ઓછામાં ઓછા ૭ વખત કરવું પડે છે.સ્થાનિક લોકોનું માનવું છે કે, આ રીતે અજાણ્યા લોકો સાથે સંબંધ બાંધવા પર પેંગેરન સમોદ્રો અને નાયી ઓંત્રોવુલાન બંને ખુશ થાય છે અને આશીર્વાદ આપે છે. બની શકે કે કેટલાક લોકો આ વાત અજબ લાગે, પરંતુ આજે પણ અહીંના લોકોની આવી ધાર્મિક માન્યતા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!