હવેથી નંબર પ્લેટ લગાવ્યાં વિના નવા વાહનો શોરૂમમાંથી બહાર નીકળશે નહીં

ગુજરાત એલર્ટ | અમદાવાદ
પહેલા વાહન ખરીદી ટીસી નંબર આપી વાહન આપી દેવાતા હતા. હવે વાહન રજિસ્ટ્રેશન થયા બાદ અને તમામ ટેક્સ ભર્યા બાદ સીધો નવો નંબર આપીને જ નંબર સાથે વાહન આપવામાં આવશે. હવેથી નંબર પ્લેટ આવ્યા બાદ જ મળશે ખરીદેલુ વાહન તમને મળી શકશે. નવા વાહનોમાં TC નંબર સિસ્ટમ દૂર કરવામાં આવી છે. નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલરે જ કરવાની રહેશે.
14 સપ્ટેમ્બરથી નવી પદ્ધતિ પ્રમાણે ડિલરો જ કામ કરી નંબર પ્લેટ સાથે નવા વાહન લોકોને આપી શકશે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શો-રૂમમાંથી કરવામાં આવશે, જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.
પહેલાં આરટીઓમાંથી નંબરની ફાળવણી થતી હતી, જે હવે ડીલર્સ કક્ષાએથી જ ફાળવવામાં આવશે, જેથી નંબર ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે તેમજ વાહનમાલિકોને આરટીઓ કચેરી આવવામાંથી મુક્તિ મળશે. ડીલર કક્ષાએથી નંબર ફાળવણી થયા બાદ આરટીઓમાંથી દસ્તાવેજોની ચકાસણી અને કાયદા મુજબ ફી અને ટેક્સ ભર્યો છે કે નહીં એની ચકાસણી કરવામાં આવશે. જોકે બીજી તરફ વાહનોના ડિલરોએ નવી પદ્ધતિનો વિરોધ કર્યો છે. થોડા દિવસ અગાઉ જ ડિલર એસોશિએશન દ્વારા આ નિયમના વિરોધમાં પિટિશન ફાઇલ કરવામાં આવી છે.
નવા નિયમ પ્રમાણે, નંબર પ્લેટ લાગ્યા વગર શોરૂમમાંથી વાહન નીકળી શકશે નહીં અને જો નંબર પ્લેટ લાગ્યા વગરના વાહનો બહાર ફરતા જોવા મળશે તો ડીલર પર કાર્યવાહી થશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. જેની સામે ડીલરોમાં કચવાટ જોવા મળ્યો છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!