મદદે કલેકટર :જિલ્‍લા કલેકટર આર. આર. રાવલે અસરગ્રસ્‍ત વલસાડ તાલુકાના ભગોદ ગામની મુલાકાત લીધી

ભગોદના કંકુબેનના પરિવારના પડી ગયેલા ઘરની નુકસાનીની મળવાપાત્ર સહાય ચૂકવી: તંત્ર ની પ્રશંસા

વલસાડ:વલસાડ કલેક્‍ટર આર.આર.રાવલ દ્વારા સર્વેની કામગીરીની જાત માહિતી લેવા માટે અને વાવાઝોડામાં અસરગ્રસ્‍ત થયેલા પરિવારોની રૂબરૂ મુલાકાત લઇ થયેલા નુકશાનની જાત માહિતી મેળવી હતી. જિલ્લા કલેક્‍ટર એ વલસાડ તાલુકાના અસરગ્રસ્‍ત દરિયાકાંઠાના ભગોદ ગામે અસરગ્રસ્‍ત પરિવાર કંકુબેન બાબુભાઇ નાયકાના ઘરની મુલાકાત લીધી હતી. અને તેમનું ઘર આ ટૌકતે વાવાઝોડામાં પડી ગયું હતું. અને એમને આજરોજ સરકારશ્રી દ્વારા મળવાપાત્ર સહાય પણ ચૂકવી દેવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં વાવાઝોડાની નુકશાનીના સર્વેની કામગીરી પૂરજોશમાં ચાલુ છે અને આવતીકાલ તા.૨૨/૫/૨૦૨૧ સુધીમાં સર્વેની કામગીરી સો ટકા પૂર્ણ કરવા, પશુ સહાય, માનવ મૃત્‍યુ સહાય, ઘર કે ઝુંપડાના નુકશાનના સહાયના કિસ્‍સામાં સર્વે મુજબ તાત્‍કાલિક મળવાપાત્ર સહાય ચૂકવી દેવા રાવલે સંબંધિત અધિકારીઓને આદેશ આપ્‍યા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!