સેકસ માણવાથી મને તાકાત મળે છેઃ ૩ ગોલ્ડ જીતનારી એથલેટનો દાવો

કોમ્પિટિશન પહેલાં તે સેકસ વિધાઉટ ઓર્ગેઝમ દ્વારા મસલ્સ સ્ટ્રેથમાં વધારો કરે છે : આ ઉપરાંત ટેસ્ટોસ્ટેરોન પણ કોઇપણ ખેલાડીને સ્પોર્ટ્સમાં એગ્રેશન લાવવામાં મદદ કરે છે

મોસ્કો: રશિયાની ઓલંપિક ચેમ્પિયન એલા શિશકિના દુનિયાનાં ટોપ એથલીટ્સમાં શામેલ થાય છે. અને તે સેકસને પણ ફિઝિકલ એકસરસાઇઝ માને છે. એલાનું કહેવું છે કે, તે સ્પોર્ટ્સનાં મેદાન પર તેની પરફોર્મન્સ સુધારવા માટે મેચ પહેલાં સેકસ માણવાનું પસંદ કરે છે એલા ટોકયો ઓલંપિકસ ૨૦૨૦માં ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહી હતી. તે સિન્ક્રોનાઇઝડ સ્વીમિંગમાં ભાગ લે છે. અને આ પહેલાં વર્ષ ૨૦૧૬માં રિય ઓલંપિકસ અને વર્ષ ૨૦૧૨માં લંડન ઓલંપિકસમાં પણ તેણે ગોલ્ડ મેડલ જીત્યો હતો. એલાએ રશિયાની ન્યૂઝ આઉટલેટ સ્પોર્ટ્સ એકસપ્રેસ સાથે તેની ઓન ફિલ્ડ પરફોર્મન્સ અંગે વાત કરી હતી
તેણે કહ્યું કે, હું સાયન્સ રિસર્ચ અને ડોકટર્સની સલાહ પર વિશ્વાસ કરુ છું તેતી મે મારા ડોકટર ડેનિસ સાથે વાત કરી હતી સાયન્ટિફિક કોમ્યુનિટીનું માનવું છે કે, જો આપને આપનાં પ્રોફેશનલ સ્પોર્ટ્સમાં ઓછો સમય મળે છે અને તમારે તમારી સંપૂર્ણ તાકાત સાથે પરફોર્મન્સ આપવું છે તો સેકસ આ મામલે ખુબજ કારગાર સાબિત થઇ શકે છે
જો આપે લાંબી દૂરી તય કરવાની છે અને આપનું પરફોર્મન્સ ફિલ્ડ પર દ્યણું ચડાવ-ઉતાર વાળું રહે છે તો કદાચ સેકસને પ્રાથમિકતા ન આપવી જોઇએ. મને લાગે છે કે, દરેક વ્યકિતની અંદર તેમનાં શરીર પ્રમાણે નિર્ણય લેવાની ક્ષમતા હોય છે. તે સહજ છે તો આપ ડોકટર્સની સલાહ બાદ તેને રૂટીનમાં ફોલો કરી શકો છો
એલા કહે છે કે, કોમ્પિટિશન પહેલાં તે સેકસ વિધાઉટ ઓર્ગેઝમ દ્વારા મસલ્સ સ્ટ્રેથમાં વધારો કરે છે. આ ઉપરાંત ટેસ્ટોસ્ટેરોન પણ કોઇપણ ખેલાડીને સ્પોર્ટ્સમાં એગ્રેશન લાવવામાં મદદ કરે છે. મોસ્કોમાં જનમેલી એલા આ પહેલાં પણ સ્પોર્ટ્સ સેકસ અને ફિટનેસ અંગે તેનો મત જણાવી ચૂકી છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!