ગુજરાત એલર્ટ । આહવા
હનુમાન જયંતિના શુભ દિવસે આજે ડાંગ જિલ્લામાં ભક્તોએ હનુમાન જયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. ભાવિક ભક્તો સવારથી જ ડાંગ જિલ્લાના ગામડાના મંદિરોમાં હનુમાનજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા, જય હનુમાન, બજરંગબલી કી જયના નારા લગાવ્યા હતા.
જિલ્લાના હનુમાનજી મંદિરોમાં રાત્રિ દરમિયાન યજ્ઞ અને ભજન કિર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. ભાવિક ભક્તોએ મંદિરોમાં ભગવાનના દર્શન કરી મહાપ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.