ગુજરાત એલર્ટ | આહવા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-2024માં લેવાયેલી બોર્ડ (SSC) પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ડાંગ જિલ્લાનું પરિણામ 85.85 ટકા જાહેર થયું છે.
દરમિયાન, ડાંગ જિલ્લાના નવ કેન્દ્રો પર કુલ 2841 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. જેમાંથી 2439 વિદ્યાર્થીઓ પાસ થતાં ડાંગ જિલ્લાનું પરિણામ 85.85 ટકા જાહેર થયું છે, સમગ્ર રાજ્યમાં ડાંગ જિલ્લાએ સાતમો ક્રમ મેળવ્યો છે.
ડાંગ જિલ્લામાં 100 ટકા પરિણામ ધરાવતી 17 શાળાઓ નોંધાઈ છે. જેમાં A1 ગ્રેડમાં 40, A2 ગ્રેડમાં 309, B1 ગ્રેડમાં 471, B2 ગ્રેડમાં 666, C1 ગ્રેડમાં 682, C2 ગ્રેડમાં 261, D ગ્રેડમાં 10, E1 ગ્રેડમાં 327, E2 ગ્રેડમાં 75 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લો ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારી જીજ્ઞેશ ત્રિવેદીએ આ તમામ વિદ્યાર્થીઓને ધોરણ-10ની SSC બોર્ડની પરીક્ષામાં ઉત્કૃષ્ટ પરિણામ બદલ અભિનંદન પાઠવ્યા છે.