અમદાવાદ, : પાસા એકટના દૂરપયોગ મામલે ગુજરાત હાઇકોર્ટની સરકારની આકરી ટીકા કરી છે. લોકડાઉનમાં સરકારની કામગીરી સામે HCએ ચોખ્ખી નારાજગી દર્શાવતા કહ્યું છે કે બિનગુજરાતીઓની વ્યવસ્થામાં સરકાર નિષ્ફળ રહી છે. વ્યવસ્થામાં નિષ્ફળ રહેલી સરકારે પરપ્રાંતિયો સામે FIR નોંધી છે. તેમજ સરકારની ઝાટકણી કાઢતા ઉમેર્યું કે હવે સરકાર પાસાની ધમકી આપતી થઇ છે. જે ગેરવ્યાજબી છે. પાસા એકટના ખોટા ઉપયોગ પર આ અગાઉ પણ હાઈકોર્ટ સરકાર અને પોલીસનો ઉધડો લઈ ચૂકી છે ત્યારે હવે નેવાનું પાણી મોભારે ચડતા એક જ દિવસમાં HCએ પાસાના હુકમ રદ કરી ૩૩ અરજીઓનો નિકાલ કર્યો અને ક જ દિવસમાં ૩૩ પાસાના હુકમો એક ઝાટકે રદ કર્યા છે.