ખેરગામ
નવસારી જિલ્લાના ખેરગામ ગામે જગદંબાધામમાં કથાકાર શ્રી પ્રફુલભાઈ શુકલની ૮૦૫ મી ફેસબુક ઓનલાઈન ભાગવત કથાનો આજે કામદાર નેતા આર.સી.પટેલના હસ્તે દીપ પ્રાગટય કરીને આરંભ કરાયો હતો.કોરોના મૃતાત્મા સ્વ: જીજ્ઞેશકુમાર મકનજીભાઈ પટેલના સ્મરણાર્થે યોજાયેલી ભાગવત કથામાં ગં.સ્વ. લીલાબેન મકનભાઈ પટેલ , અશ્વિનીબેન પટેલ, તથા પ્રિ.ભરતભાઈ પટેલ પરિવાર દ્વારા પોથીપૂજન અને ભાગવતજીનો દશાંશ યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો. સ્વ.અશ્વિનભાઈ નગીનભાઇ પટેલના સ્મરણાર્થે ગં.સ્વ.દક્ષાબેન અશ્વિનભાઈ પટેલ દ્વારા ટેલીફોનિક સઁકલ્પ લઈને પૂજા અર્ચન કરવામાં આવ્યું હતું. કથાનું મંગલાચરણ કરતા કથાકાર પ્રફુલભાઈ શુક્લએ કહ્યું હતું કે ભગવાનની અકારણ કૃપાનું ફળ ભાગવત છે.ભાગવતનો આશ્રય કરવાથી દુઃખ , દર્દ ને ભૂલીને પરમ સુખની અનુભૂતિ થાય છે.આ પ્રસંગે ખાસ ઉપસ્થિત કામદાર નેતા આર.સી.પટેલે કહ્યું હતું કે બીજાનું ભલું ઈચ્છે એનું ભગવાન ભલું કરે જ છે. એમણે કોરોનામાં મૃત્યુ પામેલા દિવંગત આત્માઓ ને શ્રધ્ધાંજલિ આપી હતી. કથાના સંગીતકારો દિપક બારોટ , ક્રિષ્ન શુક્લ ,મક્ષિત રાજ્યગુરૂ અને બંટી પટેલ દ્વારા કૃષ્ણ કીર્તન કરવામાં આવ્યું હતું. ફેસબુક પર કથાનો મોટી સંખ્યામાં લોકોએ કથાશ્રવણનો લાભ લીધો હતો.