વલસાડ
. વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર 2 માં આવેલા તરીયાવાડ વિસ્તારમાં છેલ્લા ચાર વર્ષથી પાણીનું નળ કનેક્શન પાલિકા ન આપતા હોય આ વિસ્તારમાં પાલિકાના કર્મચારીઓ વેરો લેવા ગયા હતા ત્યારે માજી પ્રમુખ તથા ગ્રામજનોએ વિરોધ કર્યો હતો પહેલા નળ કનેક્શન આપો પછી વેરો ભરસુ એવું જણાવીને પાલિકાના કર્મચારીને ભગડયા હતા
વલસાડ નગરપાલિકાના માજી પ્રમુખ અને વોર્ડ નંબર 2 ના માજી સભ્ય રાજુભાઈ મરચાં તેમજ સભ્ય ઉર્વશીબેન પટેલે આજરોજ વલસાડ નગરપાલિક ચીફ ઓફિસર અને પ્રમુખ
અને કારોબારી ચેરમેનને સ્પષ્ટ ભાષામાં જણાવી દીધું કે વલસાડ નગરપાલિકાના વોર્ડ નંબર બે વિસ્તારમાં તરીયાવાડ, નવી ચાલ અને માસ્તર રોડ વિસ્તારમાં છેલ્લા 4 વર્ષથી પાણી આવતું નથી. વિસ્તારમાં સભ્યોએ ડામર રોડનું કામ અગાઉ પાણીની લાઇન નાખવા માટે રજૂઆત કરી હતી. રોડનું કામ અટકાવી દેવાયા બાદ પાણીની લાઇન નાખવામાં આવી પરંતુ છેલ્લા 4 વર્ષથી પાણી કનેક્શન આપવામાં આવતું નથી. વિસ્તારના રહીશોને પાણીનું રી કનેક્શન માટે અલગથી પૈસાની માંગણી કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 2 ના રહીશોએ ઘરવેરો ટેક્સ રૂપે પાલિકામાં ભરી દેવામાં આવ્યો છે. છતાં છેલ્લા ચાર વર્ષથી પાણી કનેક્શન આપવામાં આવ્યું નથી. પાલિકાએ વર્ષો અગાઉ નાખવામાં આવેલી પાણીની લાઈન ખરાબ થઈ ગઈ હોય જે નવી નાખવા માટે વિસ્તારના રહીશો પાસેથી ટેક્સની વસૂલાત કરવા માટે પાલિકાના કર્મચારીઓ આવ્યા હતા પણ નગર પાલિકાના માજી પ્રમુખ તથા વોર્ડના સભ્યો ગામજનો કર્મચારીઓ નો ભારે વિરોધ કર્યો હતો. વલસાડ નગરપાલિકા વોર્ડ નંબર 2 ના રહીશોને પાણીનું કનેક્શન આપવામા નહીં આવે તો આગામી દિવસોમાં વલસાડ નગરપાલિકા કચેરી પર મોરચો લઈને જશે એવું માજી પ્રમુખે જણાવ્યું હતું