કોરોના અને વાવાઝોડાની પરિસ્થિતિ પૂરતી થાળે પડયા પછી જ ઘાણવો
વલસાડ: રાજય સરકારના અધિકારીઓમાં લાંબા સમયથી ચર્ચાની એરણે રહેલ બદલીઓને વધુ એક વખત બ્રેક લાગી છે મે અંતમાં જી. એ. એસ. અને આઇ. એ. એસ. કેડરમાં મોટાપાયે બદલી થવાની શકયતાને સરકારના આધારભુત વર્તુળોએ નકારી છે.કોરોનાની પરિસ્થિતિ હળવી થઇ છે. પણ હજુ થાળે પડી નથી. અમૂક જિલ્લાઓમાં વાવાઝોડાની તીવ્ર અસર હજુ છે. બન્ને પ્રકારની પરિસ્થિતિ સાવ સામાન્ય ન થાય ત્યાં સુધી સરકાર કોઇ મોટા વહીવટી ફેરફારો કરવા માંગતી નથી. ચાલુ મહિનામાં બદલીના ઘાણવાની વાત ટાઢી પડી ગઇ છે. ઓછામાં ઓછા આવતા દસ-પંદર દિવસ સુધી સરકાર જી. એ. એસ. કે. આઇ. એ. એસ., કેડરમાં બદલીનો ઘાણવો કરવા માંગતી ન હોવાનું ટોચના વર્તુળો જણાવે છે. ભવિષ્યમાં પરિસ્થિતિની સમીક્ષા કરીને નિર્ણય થશે ત્યાં સુધી જરૂરીયાત મુજબ છૂટક – છૂટક હુકમો થતા રહેશે.