ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડના મળતાવડા સ્વભાવનાં અગ્રણી બિલ્ડર પીન્ટુભાઇ ઉર્ફે પુરંજયભાઈ વશીને હાર્ટએટેક આવતા થયેલાં અવસાન બાદ આજરોજ તેમની અંતિમયાત્રા કૈલાશ રોડ સ્થિત સ્મશાનભૂમિ ખાતે લઈ જવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ જોડાયા હતા.
વલસાડમાં ખૂબ મોટું નામ ધરાવતા શિવમ ડેવલોપર્સના બિલ્ડર એવા ૪૭ વર્ષીય પુરંજયભાઈ ઉર્ફે પીન્ટુભાઇને બુધવારે સવારે 9 વાગ્યાની આસપાસ તેમના વલસાડનાં હાલર સ્થિત ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેની સ્વજનોને જાણ થતા તેમને વલસાડના ડોક્ટર હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ પ્રયત્ન કર્યા હતાં પરંતુ પીન્ટુભાઇનું અવસાન થયું હતું.
ખૂબ જ મળતાવડા સ્વભાવના અને દરેક સારા કાર્યોમાં દાન-હાજરી આપી સતકાર્યોની સુવાસ ફેલાવનારા પીન્ટુભાઇના અચાનક અવસાનથી વલસાડના બિલ્ડરો, સેવાભાવી સંસ્થાનાં સંચાલકો, અગ્રણીઓ સૌ કોઈ આઘાતમાં સરી પડ્યા હતા. પીન્ટુભાઇના ભાઈ સ્વ. સેજુભાઈ વશીના પુત્રી હરિની યુએસએથી આવી ગયાં બાદ આજે સવારે 10 વાગ્યે તેમની હાલર શિવાલી એપાર્ટમેન્ટમાંથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. પ્રથમ તેમના મૃતદેહને ઠાકોરજી નગર અને તેમની વાડીમાં લઈ જવામાં આવ્યા હતા. જે બાદ કૈલાસ રોડ સ્થિત સ્મશાનભૂમિ ખાતે તેમને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.
સ્વ. પિન્ટુભાઇની અંતિમ યાત્રામાં વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધર્મેશ (ભોલાભાઈ) પટેલ, વલસાડ જિલ્લા રિયલ એસ્ટેટ ડેવલપર એસોસિયેશન પ્રમુખ અશોકભાઈ મંગે, ભાજપ અગ્રણી હર્ષદભાઈ કટારીયા, શિવજી મહારાજ, પંકજભાઈ પટેલ, બિલ્ડરો દીપેશભાઈ ભાનુશાલી, હેમુભાઇ વશી, જેનુલ દેસાઈ, જયેશભાઈ ભાનુશાલી, મયુર વાસિયા, કલ્યાણ ભાનુશાલી ઉપરાંત સીએ જીગ્નેશ વસાણી, શ્રેયસ કાપડિયા, રુચિર દેસાઈ, એડવોકેટ વિપુલ કાપડિયા, ધર્મિન દેસાઈ, ચેતન પટેલ, પત્રકારો હર્ષદ આહિર, અપૂર્વ પારેખ, નિમેષ પટેલ, મુકેશ દેસાઈ, બ્રિજેશ પાંડે, અગ્રણી અનીશભાઈ શાહ, આર્કિટેક્ટ પ્રાર્થન દેસાઈ, ગૌતમભાઈ દેસાઈ, નિલેશ પટેલ ધમડાચી, પ્રવિણભાઈ પટેલ ધમડાચી, ધર્મિન શાહ, સમીર દેસાઈ સહિત તમામ ફિલ્ડના અનેક આગેવાનો હાજર રહી પિન્ટુભાઇના નસ્વર દેહને વિદાય આપી હતી.