વલસાડ ની કસ્તુરબા હોસ્પિટલમાં તારીખ ૧૧/૦૫/૨૦૨૪ થી હવે ૨૪ કલાક ડાયાલીસીસ સેન્ટર ઘમઘમશે:હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનું વિસ્તરણ કરાયું:હવે એક સાથે ૧૬ દર્દીઓના ડાયાલીસીસ થઇ શકશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડની રાહત દરની ટ્રસ્‍ટ સંચાલીત કસ્તુરબા હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરનું વિસ્તરણ સાથે નવીનીકરણ કરાયું છે. અત્યાઘુનિક ડાયાલીસીસ સેન્ટર ૧૨ બેડથી વઘારીને ૧૬ બેડનું કરાયું છે. મુંબઇથી સુરત વચ્ચે આ ડાયાલીસીસ સેન્ટર સૌથી મોટું છે. હોસ્પિટલમાં દર મહિને ૧૦૦૦ થી વઘુ દર્દીઓનું ડાયાલીસીસ થઇ રહયું છે.
વલસાડની રાહત દરની કસ્તુરબા હોસ્પિટલમાં વર્ષ ર૦૦૦ ની સાલમાં હોસ્પિટલના ડિરેકટર શ્રી અર્જુનભાઇ દેસાઇ અને શ્રી કિસનભાઇ દેસાઇ પરીવાર તરફથી અમેરીકાથી ડાયાલીસીસનાં ર મશીનો મંગાવી “સ્વ.શ્રી બળવંતરાય ગાંડાભાઇ દેસાઇ
ડાયાલીસીસ યુનિટ” નું પૂસ્વામી શ્રી સચ્ચીદાનંદજીનાં શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. એ સમયે વલસાડથી શિરડી સાંઇબાબા સંસ્થાપન ટ્રસ્‍ટ તરફથી પણ દાન આ સેન્ટરના નિભાવ ખર્ચ માટે અપાયું હતું.ત્યારથી અત્યાર સુઘી આ સેન્ટર અવિરત પણે ચાલી રહયું છે. હાલ તેમાં ૪ નવા મશીનો સાથે તેનું નવીનીકરણ અને વિસ્તરણ કરાયું છે.
આ ડાયાલીસીસ સેન્ટર માટે જરૂરી એવા DM વોટર પ્લાન્ટ,ગેસ એનલાઇઝર અને ઇલેકટ્રોલાઇટ એનલાઇઝર જેવા ઉપકરણો પણ ડાયાલીસીસની ઉત્તમ સારવાર માટે આ સેન્ટરને વઘુ કાર્યક્ષમતા અને ગુણવત્તા પુરી પાડે છે.
અત્યારસુઘી એચ.આઇ.વી., હીપેટાઇટીસ બી, હીપેટાઇટીસ સી જેવા પેશન્ટઓએ બીજા શહેરોમાં જવું પડતું હતું પરંતુ હવે બીજા શહેરોમા જવાની જરૂર નથી. આ સેન્ટરમાં સીરોલોજી પોઝોટીવ દર્દીઓ (એચ.આઇ.વી., હીપેટાઇટીસ બી,હીપેટાઇટીસ સી)માટે અલગથી સુવિઘા કરવામાં આવી છે.
હોસ્પિટલના આ ડાયાલીસીસ સેન્ટરમાં ૯૦% થી વઘુ દર્દીઓ આયુષ્માન ભારત પી.એમ.જે.વાય યોજનામાં મફત સારવારનો લાભ ઉઠાવી રહયા છે. આ ડાયાલીસીસ સેન્ટરમાં ગત વર્ષ દરમ્યાન ૧૩૫૦૦ જેટલા દર્દીઓના ડાયાલીસીસ થયા હતા. દર્દીઓની વઘતી જતી માંગના કારણે તેનું વિસ્તરણ કરાયું છે.નેફોલોજીસ્ટ ડો.સાગર જેઠવાની આગેવાનીમાં આ ૧૬ બેડનું સેન્ટર કાર્યરત થઇ ગયું છે. આ સાથે હવે ર૪ કલાક રાઉન્ડ કલોક આ સેન્ટર ચાલુ રહેશે. જેના કારણે દર્દીઓ મોટી સંખ્યામાં તેનો લાભ લઇ શકશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!