વલસાડમાં ગરબા ક્લાસમાં “ફ્રેન્ડશીપ ડે” ઉજવાયો

વલસાડ
છેલ્લા બે વર્ષથી ગરબાના આયોજનમાં કોવીડ વિલન બની રહ્યો છે. ત્યારે આ વર્ષે ગરબાના આયોજન થવાનું લગભગ નિશ્ચિત બન્યું છે. મોટાં આયોજકો ગરબાનું આયોજન કરી રહ્યાં છે. ત્યારે વલસાડમાં ગરબા રમવા ખેલેયાઓ થનગની રહ્યાં છે.

વલસાડમાં આજે ટહુકો ગરબા કલાસમાં “ફ્રેન્ડશીપ ડે” ની ઉજવણીમાં “રેડ એન્ડ બ્લેક” કપડામાં સજ્જ ખેલૈયાઓએ ખાસ્સું આકર્ષણ જમાવ્યું હતું.

ખેલૈયાઓએ ગરબા રમી “ફ્રેન્ડશીપ ડે” ની કેક પણ કટ કરી હતી. ખેલૈયાઓએ ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરી સમગ્ર માહોલ રોમાંચિત બનાવી દીધો હતો.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!