ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ તાલુકાના અટાર ગામમાં નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી વિદ્યાલયમાં ઈનરવિલ ક્લબ ઓફ વલસાડ તરફથી જુનિયર અને સિનિયર કે.જી. ના ૭૦ જેટલા બાળકોને સ્વેટરની વહેંચણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઇનરવિલ ક્લબ ઓફ વલસાડના પ્રેસિડન્ટ મનિષાબેન દેસાઈ, મેમ્બર કૈલાશબેન દેસાઈ, Enovadata કંપનીના ટીમ મેમ્બર કીર્તનભાઈ અને ડેનિયલભાઈ ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના આચાર્ય જીતેન્દ્ર ટંડેલે ઉપસ્થિત તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કર્યું હતું. તેમજ વિપુલભાઈ પટેલ અને પારુલબેન ઉમેશભાઈ સ્વામી તરફથી ૭૦ જેટલા જુનિયર અને સિનિયર કે.જી.ના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ વિતરણ વિપુલભાઈના બહેન કામિનીબેનના હસ્તે કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક શ્રી ધીરુભાઈ સોલંકી, નિનાદ રાઠોડ તથા નવસર્જન કેળવણી મંડળના પ્રમુખ ભીખુભાઈ દેસાઈ તથા મંત્રી ડૉ. દીપકભાઈ દેસાઈ દ્વારા દાતાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.