ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે ફોર વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકના અંગ્રેજીના 8 ના RFID સેન્સરમાં ખામી હોવાના કારણે તા.૨૩-૧૦-૨૪ થી તા.૩૦-૧૦-૨૪ સુધી બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન એપોઈમેન્ટ ધરાવતા અરજદારોની એપોઈમેન્ટ કચેરી દ્વારા રિ-શિડ્યુલ કરી આપવામાં આવશે જેની તમામ મોટરિંગ પબ્લીકે નોંધ લેવા ઈનચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.
વલસાડ આરટીઓ ખાતે ફોર વ્હીલર ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેક ૩૦ ઓક્ટોબર સુધી બંધ
