વર્ષોથી ભાજપના સંનિષ્ઠ કાર્યકર અને કાંજણહરિ ગામના માજી સરપંચ એવા બાબુભાઇ આહીરનું કોરોનાથી અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ નિપજયું છે. હાલ વલસાડ તાલુકા પંચાયતની કાંજણરણછોડ બેઠક પર તેમના પત્ની લીલાબેન આહીરનો જવલંત વિજય થયો હતો. ઉપરાંત કલવાડા જિલ્લા પંચાયત બેઠક ભાજપને જીતાડવામાં પણ બાબુભાઇ આહીરનો નોંધપાત્ર ફાળો રહ્યો હતો. તેમના અવસાનથી ભાજપને સંનિષ્ઠ કાર્યકરની ખોટ પડી છે. આ ઉપરાંત તેમના મિત્રો તથા પરિવાર ખૂબ જ સક્રિય વ્યક્તિ ખોવાનું ભારે દુઃખ અનુભવી રહ્યાં છે. અચાનક તેમના પરિવાર પર આવી પડેલી આફત સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના…
કાંજણહરિના માજી સરપંચ બાબુભાઇ આહીરનું કોરોનાથી અવસાન
