ગુજરાત એલર્ટ | વલસાડ
૮૧ વર્ષોથી વલસાડ તથા નવસારીથી પાલઘર સુધીનાં દુરનાં દર્દીઓની સારવાર માટે તબીબી સેવાનાં ક્ષેત્રમાં આગવું પ્રદાન કરતી આવેલ કસ્તુરબા હોસ્પિટલમાં આધુનિક તબીબી સેવાનાં ક્ષેત્રમાં નવીન સોપાન સર કર્યુ છે. ફક્ત ૬ બીછાનાં સાથે ભાડાનાં મકાનમાં સને ૧૯૪૪ માં શરૂ થયેલી આ મેટરનીટી હોસ્પિટલ આજે વલસાડ અને દેશ-વિદેશની દાન પ્રેમી જનતાની આર્થિક સહાય, સહકાર અને સદ્ભાવનાથી તથા જેતે સમયનાં પીઢ અને અનુભવી સંચાલકોનાં શ્રમ, ધગસ, દોરવણી અને પ્રેરણાથી આજે ૨૦૦ પથારીની ૫૦ આઈ.સી.યુ. બેડ અને ૩૦ જેટલા આધુનિક સાધનોથી સુસજ્જ તબીબી વિભાગો સાથે એક છત નીચે રાહત દરે તબીબી સારવાર આપતી સંસ્થા તરીકે લોકચાહનાં અને પ્રવર્તમાન સમયનાં પરિવર્તન સાથેની સારવાર પધ્ધતિ અપનાવી વિકાસ પામી છે. ૨૦ જેટલા ફુલ ટાઈમ અને ૬૦ જેટલા વિઝીટીંગ નિષ્ણાંત ડૉક્ટરો દ્વારા સરેરાસ ૧.૫૦ લાખ જેટલા દર્દીઓને સારવાર આપતી હોસ્પિટલ તરીકે નામનાં અને લોકચાહનાં મેળવી છે.
હાલમાં જે રીતે લોકોની તણાવભરી જીંદગી, વ્યાયામનો અભાવ, ભેળસેળ દવાઓની આડ અસર અને બદલાયેલી જીવન પધ્ધતિને લીધે રોગોનું પ્રમાણ વધવાને કારણે લોકો હ્રદયરોગ, સ્ટ્રોક, ડાયાબીટીસ તથા કીડનીનાં રોગોનાં શિકાર થઈ રહ્યા છે. કેટલીકવાર મોટા શહેરોની આધુનિક હોસ્પિટલમાં જવાનો પણ અવકાશ રહેતો નથી અને સારવાર આર્થિક રીતે ખુબ જ ખર્ચાળ થઈ રહે છે. એ પ્રકારનાં દર્દીઓ માટે સને ૨૦૦૦ ની સાલથી હોસ્પિટલમાં આધુનિક પધ્ધતિની સારવાર અમલમાં મુકવાનો અભિગમ અપનાવેલ જેને કારણે વલસાડમાં જ દર્દીઓને સારવાર મળે એ માટેનાં પ્રયત્નોને પરિણામે હોસ્પિટલમાં જુદા જુદા વિભાગોમાં આધુનિક સાધનો અને નિષ્ણાંત ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરેલ છે.
કસ્તુરબા હોસ્પિટલમાં છેલ્લા પાંચ વર્ષોમાં અત્યંત આધુનિક 4K લેપ્રોસ્કોપીક સાધનો, આધુનિક એન્ડોસ્કોપી સાધનો તથા ડાયાલીસીસ વિભાગમાં નવીનીકરણ અને વિસ્તરણ તેમજ રિલાયન્સ ફાઉન્ડેશનનાં વર્ષ ૨૦૨૨ માં રૂા. ૧.૫૦ કરોડની સહાયથી હૃદય રોગની સારવાર માટે આધુનિક કેથલેબ શરૂ કરવામાં આવેલ હતી. રોગોનાં નિદાન માટે એક છત નીચે સમસ્ત સારવાર અને સચોટ નિદાન હેતુ કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં આધુનિક કાર્ડિયાક કેથલેબ, કાર્ડિયાક સીટી સ્કેન, ડિજીટલ એમ.આર.આઈ., ડિજીટલ મેમોગ્રાફી જેવા આધુનિક સાધનો તથા ૫૦ બેડ જેટલા આધુનિક સાધનોથી સુસજ્જ આઈ.સી.યુ. બેડની રાહત દરે સેવા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
હોસ્પિટલમાં હાલમાં કાર્ડીયોલોજી વિભાગમાં કેથલેબમાં જે દર્દી સારવાર કરાવે જેમાં કોઈક દર્દીને એન્જીયોગ્રાફી બાદ તાત્કાલિક બાયપાસ સર્જરી કે વાલ્વ રીપ્લેશમેન્ટ કરવાની જરૂરીયાત ઉપસ્થિત થાય તો એવા કેસમાં દર્દીને સમયસર સારવાર મળી જાય તો દર્દીની જીંદગી બચાવી શકાય, એજ રીતે સ્ટ્રોક કે બ્રેન હેમરેજ કે સ્પાઈન સર્જરી જેવા મેજર ઓપરેશન માટે જરૂરી તબીબી સાધનો સાથે સુપર સ્પેશ્યાલીટી મોડ્યુલર ઓપરેશન થિયેટર (કાર્ડિયાક અને બ્રેઈન સ્પાઈન ઓ.ટી.), જનરલ અને એડવાન્સ લેપ્રોસ્કોપીક, કેન્સર સર્જરી, બેરિયાટ્રીક સર્જરી માટે મોડ્યુલર ઓપરેશન થિયેટર, પ્રસુતિ અને સ્ત્રી રોગ માટે મોડયુલર ગાઈનેક ઓપરેશન થિયેટર તથા ઓર્થોપેડીક અને જોઈન્ટ રિપ્લેશમેન્ટ જેવી સુપ્રામેજર સર્જરી માટે આ મોડયુલર ઓપરેશન થિયેટર સંકુલમાં તમામ જરૂરી આધુનિક સાધનો સહીતનો રૂા. ૬ કરોડને ખર્ચે મોડયુલર ઓ.ટી. કોમ્પલેક્ષનું લોકાપર્ણ તા.૨૫-૦૧-૨૦૨૫નાં રોજ કરાયું છે.
આ મોડયુલર ઓપરેશન થિયેટર સંકુલમાં હોસ્પિટલનાં ફુલ ટાઈમ અને વિઝીટીંગ અજીવવી અને નિષ્ણાંત ડૉક્ટરો તથા ટ્રેઈન્ડ ઓ.ટી. સ્ટાફ અને સહાયક ટેકનીકલ સ્ટાફ સેવા આપશે.
નજીકનાં ભવિષ્યમાં સરકારનીઆયુષ્યમાન ભારત યોજના હેઠળ હૃદય સબંધિત ઓપન બાઈપાસ અને વાલ્વ સર્જરી જેવી સુપ્રામેજર સર્જરી માટે રાહત દરે ફુલ ટાઈમ કાર્ડીયાક સર્જનની સુવિધા હવેથી કસ્તુરબા હોસ્પિટલ વલસાડમાં ઉપલબ્ધ રહેશે. સરકારશ્રી તરફથી અનુમતી મળતા જ સરકારી યોજનાઓની સેવાનો લાભ દર્દીઓને મળશે.
આજનો આ ઐતિહાસિક દિવસ અમને ગર્વ અને આનંદની લાગણી આપે છે. જે અમારા માટે સખત મહેનત અને નિષ્ઠાનું પરિણામ છે. કસ્તુરબા હોસ્પિટલમાં આજે એક નવી અને આધુનિક મોડયુલર ઓપરેશન થિયેટર સંકુલના ઉદ્ઘાટન કરવાથી, અમે ન માત્ર તબીબી ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યા છીએ, પરંતુ હોસ્પિટલની સર્જીકલ ઓપરેટીંગ ક્ષમતા અને સેવાઓને પણ આગળ વધારી રહ્યા છીએ.
આ મોડ્યુલર ઓપરેશન થિયેટરનો દ્રષ્ટિકોણ એ છે કે તે દર્દીઓને વધુ સુરક્ષિત, સચોટ, પરિપૂર્ણ અને વિશ્વસનીય આરોગ્ય સેવાઓ પ્રદાન કરવી, જેથી તેમને શ્રેષ્ઠ સારવાર મળી શકે અને તેમના આરોગ્યનો સારો ઉકેલ શકે.
કસ્તુરબા હોસ્પિટલનું મોડયુલર ઓપરેશન થિયેટર NABH અને JCI માનક સ્તર અનુસાર ડિઝાઈન કરવામાં આવ્યું છે. આ ઓપરેશન થિયેટર સંપૂર્ણપણે અદ્યતન ટેકનોલોજી આધારિત સાધનોથી સુસજ્જ છે, જ્યાં અમે નવજાત શિશુઓ (૧ દિવસ)થી માંડીને વૃધ્ધ અને મોટા ભાગના વરિષ્ટ નાગરિકો સુધીની સારવાર આપી શકીએ છીએ, જ્યાં અમે નવીનતમ A.I. સક્ષમ કાર્ડિયાક અને ન્યુરો મોનિટરિંગ સાથે નવીનતમ જર્મન કંપની ડ્રેગર એટલાન એનેસ્થેસિયા વર્કસ્ટેશન (First in Valsad District) ઇન્સ્ટોલ કર્યું છે.
પર્યાવરણ, દર્દીઓ અને કર્મચારીઓની સલામતીને પણ ધ્યાનમાં લઈને અમારા તમામ ઓપરેશન થિયેટરનાં આ સંકુલમાં ઈસ્કેવેજીંગ સિસ્ટમ સ્થાપિત કરી છે જે ઓપરેશન થિયેટરમાં સર્જરી અને કિલનિકલ સેવાઓ પ્રદાન કરતી વખતે સેવા આપનાર સંબંધિત સલાહકાર અને તમામ ઓપરેશન થિયેટર સ્ટાફ માટે વધુ લાભદાયક રહેશે.
આ ઓપરેશન થિયેટરમાં અમે નજીકનાં ભવિષ્યમાં તમામ પ્રકારની મેજર અને સુપ્રામેજર તથા સુપર સ્પેશ્યાલિટી સર્જરીઓ કરી શકીશું. કસ્તુરબા હોસ્પિટલમાં બેરીયાટ્રીક સર્જરી, મુત્રમાર્ગ અને કિડની સંબધિત ટ્રાન્સપ્લાન્ટ સર્જરી, ઓપન હાર્ટ, કેન્સર સર્જરી, પ્લાસ્ટિક સર્જરી અને મગજ અને કરોડરજ્જુની તમામ પ્રકારની સર્જરી ની સુવિધા માટે સુસજ્જ છે.
આ સેવાભાવીઓએ આપ્યું માતબર દાન
આ સમગ્ર મોડયુલર સંકુલ માટે (૧) રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા ૧.૫૦ કરોડનું માતબર દાન મળેલ છે. (૨) કાર્ડીયાક સર્જરીના સાધનો માટે લેસ્ટર યુ.કે. સ્થિત સિનિયર ડો. દંપતિ, ડો. જયાબેન શાહ અને ડો. હરિવદન શાહ દ્વારા રૂા. ૧ કરોડનો સહયોગ મળેલ છે. (૩) પ્રસુતિ અને સ્ત્રી રોગ ઓપરેશન થિયેટર માટે સ્વ. શીલાબેન રમેશચંદ્ર કોઠારીના સ્મરણાર્થે હસ્તક મે. શાહ વિરચંદ ગોવનજી જવેલર્સ, વલસાડ પરિવાર દ્વારા ૩૦ લાખનો સહયોગ પ્રાપ્ત થયો હતો. ઉપરોક્ત તમામ મોડયુલર તબીબી સેવાનો આરંભ તથા લોકાપર્ણ તા. ૨૫-૦૧-૨૦૨૫નાં રોજ સાંજે ૪.૦૦ કલાકે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસ અને રિલાયન્સ ફાઉન્ડેશન, અંબાણી પરિવાર (મુંબઈ) નાં પ્રતિનિધી તરીકે શ્રીમતિ સંગીતા પ્રધાન (ચીફ ફાઈનાન્સ કન્ટ્રોલ તથા અકાઉન્ટીંગ) અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીસનાં પ્રેસીડન્ટ કોર્પોરેટ સર્વિસ-એન્ટીલા શ્રી ગીરીશભાઈ ટી. વશી તથા ડો. જયાબેન શાહ અને ડો. હરિવદન શાહ દંપત્તિ તથા શાહ વિરચંદ ગોવનજી જવેલર્સના શ્રી જયનિશભાઈ કોઠારી અને શ્રી કેતનભાઈ શાહ પરિવારની ઉપસ્થિતિમાં થયો હતો.
નીચે મુજબના નિષ્ણાતો દ્વારા આ મોડ્યુલયર ઓપરેશન થિયેટરનો ઉપયોગ કરવામા આવશે.
ન્યુરો સર્જન
ડૉ. ભૌમિક ઠાકોર
ડૉ. કિરીટ શાહ
ડૉ. ધવલ પટેલ
ડૉ. હિમાંશુ પટેલ
ડૉ. વિહાંગ સાલી
ડૉ. રિતેશ પરમાર
ડૉ. નિસર્ગ પરમાર
પ્લાસ્ટિક સર્જન
ડૉ. આશુતોષ શાહ
ઓન્કો સર્જન
ડૉ. હરીશ વર્મા
ડૉ. આનંદ શાહ
કાર્ડિયો થોરાસીસ અને વાસ્ક્યુલર સર્જન
ડૉ. કપિલ પટેલ
ડૉ. સ્નેહલ દિક્ષીત
ડૉ. સુમિત કાપડિયા
યુરો સર્જન
ડૉ. નારાયણ કેવલાણી
બેરીયાટીક સર્જન
ડો. શૈશવ પટેલ