જીવનમાં પહેલીવાર જુઓ ધક્કામાર ટ્રેન..બંધ હે મેરી ટ્રેન… ચલ યાર ધક્કા માર… ચલ..ચલ..ચલ…

તમે રસ્તા પર વાહનોનાં ખરાબ થવાના કારણે લોકોને ઘણી વખત બસ, જીપ, ટ્રકમાં ડમ્પર નાખતા જોયા હશે, પરંતુ શું તમે કયારેય જોયું છે કે લોકો ટ્રેનને ધક્કો મારી રહ્યા હોય ?

તમે રસ્તા પર વાહનોનાં ખરાબ થવાના કારણે લોકોને ઘણી વખત બસ, જીપ, ટ્રકમાં ડમ્પર નાખતા જોયા હશે, પરંતુ શું તમે કયારેય જોયું છે કે લોકો ટ્રેનને ધક્કો મારી રહ્યા હોય? જો નહીં તો આ જોઇ લો. ધક્કામાર ટ્રેનનો આ વીડિયો પશ્ચિમ-મધ્ય રેલવે ઝોનનાં ભોપાલ વિભાગનાં ઇટારસી-હરદા વચ્ચે ટિમરની સ્ટેશન નજીકનો છે. અહીં ટાવર વેગનનું એન્જિન પાટા પર તૂટી ગયું અને પછી તેને દૂર કરવા માટે ૪૦ થી વધુ મજૂરોએ તેને એક સાથે ધક્કો મારવો પડ્યો. ટ્રેનને ધક્કો મારતી વખતે કોઈએ વીડિયો પણ બનાવ્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો ધક્કામાર ટ્રેનનો વીડિયો હોશંગાબાદમાં ઈટારસી અને હરદા વચ્ચે પડતા ટિમરની રેલવે સ્ટેશન પાસેનો છે. જયાં શનિવારે બપોરે ટાવર વેગનનાં એન્જિનમાં અચાનક ખરાબી આવી ગઇ હતી. ખામીને કારણે, વેગન આગળ તો જઈ રહી હતી પરંતુ વેગનનાં આગળ જવાના કારણે તે પાછી આવી શકતી ન હોતી. ત્યારબાદ ઇટારસીથી પવન એકસપ્રેસ ટ્રેન ટ્રેક પર આવી. ટ્રેક પર ઉભી રહેલી વેગનને કારણે ટ્રેનને લગભગ એક કિલોમીટર અગાઉથી રોકી દેવામાં આવી હતી અને લગભગ બે કલાક સુધી ટ્રેનને અસર થઈ હતી. દરમિયાન, ૪૦ થી વધુ મજૂરોની મદદથી, વેગનને ખરા તડકામાં ધક્કો મારવામાં આવ્યો હતો અને ભારે મુશ્કેલીથી તેને લૂપ લાઇન પર ૩૦૦ મીટર સુધી ધકેલી દેવામાં આવી હતી, ત્યારબાદ ટ્રેક ખાલી થયો હતો અને પવન એકસપ્રેસ આગળ રવાના થઇ ગઇ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ટાવર વેગન ખરાબ થયા બાદ માલગાડીમાં અનાજ ભરેલા કેટલાક મજૂરોને રેલવે સ્ટેશન નજીક વેગનને ધક્કો મારવા માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ તે મજૂરોએ વેગનને હલાવી પણ ન શકયા, જેના કારણે વધુ કામદારોને ફરીથી બોલાવવામાં આવ્યા અને ૪૦ થી વધુ કામદારોએ વેગનને એકસાથે ધક્કો માર્યો, તે પછી વેગનને અપ ટ્રેકથી દૂર લઈ જવામાં આવી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!