સોલાર ફેન્સીંગ સહાય માટે તા. ૯ ઓક્ટો.ના રોજ આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુકાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાના “સોલાર ફેન્સીંગ બનાવવા માટે સોલાર પાવર યુનિટ/કીટ ખરીદીમાં નાણાંકીય સહાય’’ આપવાની યોજના અંતર્ગત ઓનલાઈન અરજીઓ મેળવવા I-khedut પોર્ટલ તા.૦૯/૧૦/૨૦૨૩ ના રોજ ૧૦:૩૦ કલાકે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજીઓ કરવા માટે ખુલ્લુ મૂકવામાં આવનાર છે. આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે ઓનલાઈન અરજીઓ સ્વીકારવાનું નક્કી કરાયું છે. જિલ્લાના ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો ઓનલાઈન અરજી કરી અરજીની નકલ પોતાની પાસે રાખવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!