ગુજરાત એલર્ટ । આહવા
ગુજરાતમાં હિટ વેવની આગાહીને પગલે આહવા એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે મેડીકલ કેમ્પનું આયોજન કરાયું હતુ.
હિટ વેવના નોડલ ઓફિસર વ અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.હિંમાશુ ગામિતના સહયોગથી આહવા એસ.ટી નિગમના ડ્રાઇવર, કંડક્ટર અને યાંત્રીક વિભાગનાં કર્મચારીઓ માટે આ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
એસ.ટી વિભાગના કર્મચારીઓ ટાઢ, તાપ કે વરસાદ વચ્ચે પોતાની ફરજો બજાવતા હોવાથી તેઓ મહત્તમ તણાવમાં જ તેમની ફરજ બજાવતાં હોય છે. આ કર્મચારીઓ પોતાનાં આરોગ્ય ઉપર પણ પુરતું ધ્યાન આપી શકતા નથી.
નિગમના પાયાનાં કર્મચારીઓને તેમની ફરજ દરમિયાન આરોગ્ય તપાસ અને જરૂરી પ્રાથમિક સારવાર મળી રહે તે માટે એસ.ટી નિગમ-વલસાડના નિયામક એન.એસ.પટેલ તેમજ આહવા એસ.ટી ડેપો મેનેજર કિશોર પરમારના માર્ગદર્શન હેઠળ, આહવા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનો અંદાજીત ૨૫૦ જેટલા કર્મચારીઓને લાભ આપવામાં આવ્યો હતો.