ગુજરાત એલર્ટ । ખેરગામ
ખેરગામમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવે છે. ત્યારે ખેરગામ બજાર વિસ્તારમાં આરએએફ અને સીઆરપીએફ દ્વારા ખેરગામ પોલીસના સ્ટાફ સાથે ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
ખેરગામ બજાર વિસ્તારમાં 100મી બટાલિયન, રેપિડ એક્શન ફોર્સ (RAF / CRPF ) અમદાવાદ દ્વારા તેમના DySP, PI અને 45 જેટલાં મહિલા-પુરુષ જવાનો, ખેરગામ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અને ઇન્ચાર્જ PSI જયદીપસિંહ ચાવડા દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ફ્લેગ માર્ચ જૂના પોલીસ સ્ટેશનથી શ્રીજી ત્રણ રસ્તાથી દશેરા ટેકરી થઈ ચાર રસ્તાથી બજાર વિસ્તારમાં કરવામાં આવી હતી. આગામી દિવસોમાં લોકોનો પોલીસ પ્રત્યે વિશ્વાસ જળવાયેલો રહે અને કાયદો વ્યવસ્થાની સુચારુ જળવાઈ એ માટે આ ફ્લેગ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ સંખ્યામાં પોલીસનો કાફલો જોઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.