વલસાડ જિલ્લાની પાંચ પાલિકાઓ દ્વારા રેકર્ડ વર્ગીકરણ દ્વારા સાફ- સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.૦૪-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા આરોગ્ય શાખાખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પારડી નગરપાલિકા વહીવટી અને NULM શાખા દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.

વાપી નગરપાલિકા દ્વારા મહાતમાં ગાંધી લાઇબ્રેરિના રેકર્ડ વર્ગીકરણ અને ધરમપુર નગરપાલિકા દ્વારા જન્મ- મરણ શાખા, બાંધકામ શાખા તેમજ ટાઉન પ્લાનીંગ કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉમરગામ નગરપાલિકા દ્વારા ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!