ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.૦૩-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા વહીવટી શાખા ખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પારડી નગરપાલિકાના એકઉન્ટ શાખા દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી.
વાપી નગરપાલિકા દ્વારા ડુંગરા લાયબ્રેરીની રેકર્ડ વર્ગીકરણ અને ધરમપુર નગરપાલિકા દ્વારા ફાયરશાખા કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ઉમરગામ નગરપાલિકા દ્વારા ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી.