વલસાડ જિલ્લાની પાંચ પાલિકાઓ દ્વારા રેકર્ડ વર્ગીકરણ દ્વારા સાફ- સફાઈની કામગીરી હાથ ધરાઈ

ગુજરાત એલર્ટ | વલસાડ
સ્વચ્છ ભારત મિશન- શહેરી અંતર્ગત “સ્વચ્છતા હી સેવા (SHS)” કાર્યક્રમ હેઠળ તા.૦૧-૧૧-૨૦૨૩ના રોજ વલસાડ નગરપાલિકા દ્વારા નગરપાલિકા સિવિક સેન્ટર ખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

પારડી નગરપાલિકાના જન્મ મરણ શાખા દ્વારા રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી હતી. ઉમરગામ નગરપાલિકા દ્વારા ઉમરગામ નગરપાલિકા કચેરી ખાતે સાફ સફાઈ કરવામાં આવી હતી.

વાપી અને ધરમપુર નગરપાલિકા દ્વારા નગરપાલિકા કચેરી ખાતે રેકર્ડ વર્ગીકરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!