વિધાનસભા નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે ડાંગ જિલ્લામાં રૂ.૩૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલી પાંચ આંગણવાડીનું ઇ લોકાર્પણ કરાયું

ગુજરાત અલર્ટ | આહવા
સંકલિત બાળ વિકાસ સેવા યોજના, મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા રૂ. ૩૨.૫૦ લાખના ખર્ચે તૈયાર થયેલ ડાંગ જિલ્લાની પાંચ આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ, વઘઈ ખાતેથી વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં આઈ.સી.ડી.એસ. યોજના અંતર્ગત દાવદહાડ-૨ આંગણવાડી, વઘઈ તાલુકામા આયોજન મંડળ યોજના અંતર્ગત તૈયાર થયેલ લહાનબરડા આંગણવાડી, ટી.એસ.પી. યોજના અંતર્ગત તૈયાર થયેલ કલમખેત આંગણવાડી, તેમજ ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળની શિલોટમાળ આંગણવાડી, ઉપરાંત સુબિર તાલુકામાં ટી.એસ.પી.ની બોર્ડર વિલેજ યોજના અંતર્ગત તૈયાર થયેલ કેળ આંગણવાડી કેન્દ્ર એમ જિલ્લાના કુલ ૫ આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ વિજયભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રંસગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઇન, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન સારૂબેન વળવી, પ્રોગ્રામ ઓફિસર જ્યોત્સનાબેન પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!