વલસાડ
દર વર્ષની જેમ આ વર્ષે પણ જેસીઆઈ વલસાડ દ્વારા વલસાડ શહેરના સ્પેશિયલ સીટીઝનનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં વલસાડ શહેરના કુલ 5 વ્યક્તિઓને તેમણે કરેલા કાર્યને બિરદાવી તેમને વિશિષ્ટ નાગરિક તરીકે સન્માન અપાયું હતું.
ગત રવિવારે સાંજે 5:00 કલાકે વલસાડ કોલેજ કેમ્પસ સ્થિત સંસ્કાર કેન્દ્ર ખાતે જે.સી.આઇ દ્વારા વલસાડ શહેરનો નગર રત્ન એવોર્ડ સમારંભ jci ના ઝોન પ્રેસિડેન્ટ જેસી દર્શન મરજાદીના મુખ્ય અતિથિપણા હેઠળ યોજવામાં આવ્યો હતો. જેમાં વલસાડની વિવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાઈ શહેરમાં કોરોના સહિતની વિવિધ આપત્તિઓ સમયે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા રોટરી ક્લબના પ્રમુખ અનિષ શાહને ઉપરાંત વલસાડ શહેરને સુંદર બનાવવા સતત પ્રયત્નશીલ રહેનારા બેટી બચાવોના અભિયાનને વેગવાન બનાવનારા ડો. શૈલજા મહસ્કર, વલસાડમાં મહિલાઓ માટે કામ કરવા ઉપરાંત સમજસેવી બકુલાબેન ઘાસવાલા, ડો. ભૂષણ શુક્લાને વલસાડના સ્પેશિયલ સિટિઝન તરીકે સન્માનવામાં આવ્યા હતા. તથા ગત કોરોના મહામારી દરમિયાન અતુલ ખાતે સ્મશાન ભૂમિ ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવનારા રમણભાઈ પટેલને કર્તવ્યનિષ્ઠા એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે Jci ના પ્રમુખ જેસી દીપા શાહ, ડો. જેસી ધર્મેશ દેસાઈ, જેસી હિતેન દેસાઇ, જેસી શ્રીકાંત કનોજીયા, જેસી ડો. પીનેશ મોદી, જેસી એડવોકેટ અમિત કાપડિયા,જેસી જીગ્નેશ પટેલ અને જેસી દીપેશ શાહએ ખૂબ મહેનત કરી હતી.