ગુજરાત એલર્ટ | વલસાડ
નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ પારડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રૂ. ૨૩ લાખના ખર્ચે બનેલી સ્ટ્રેચર લિફ્ટ અને રૂ. ૩૨ લાખના ખર્ચે બનેલા ૧૦ આઈસીયુ બેડનું લોકાર્પણ કર્યું. આ સુવિધાઓને કારણે રેફરલ હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓને અનેક સુવિધાઓ સરળતાથી મળશે.
લોકાર્પણ પ્રસંગે મંત્રીશ્રીએ આરોગ્ય કેન્દ્રના સ્ટાફને સેવાઓ આપવા બદલ અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, નવરાત્રિના પવિત્ર દિવસોમાં લોકાર્પણ – ખાતમુહૂર્તના કામો થતા હોય ત્યારે એક અલગ જ ઊર્જા મળે છે.
આઇસીયુ બેડના કારણે દર્દીઓને ઘણો ફાયદો થશે. કોરોના કાળ દરમિયાન આ લિફ્ટની જરૂર ઉભી થઈ હતી જેથી અનેક જગ્યાઓએ લિફ્ટ ખુલ્લી મૂકવામાં આવી છે. અહીં આ લિફ્ટનું આયોજન સૌના સહયોગથી શક્ય બન્યું છે સૌના સહયોગથી વિકાસના કાર્યો શક્ય બને છે.
આ પ્રસંગે પારડી પ્રાંત અધિકારી અંકિત ગોહિલ, મામલતદાર આર.આર. ચૌધરી, અધિક જિલ્લા અરોગ્ય અધિકારી વિપુલ ગામિત, રેફરલ હોસ્પિટલનો સ્ટાફ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.