વલસાડ જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ માટે તાર ફેન્સીંગની સહાય મેળવવા તા. ૧૨ ડિસે.થી પોર્ટલ ખુલ્લુ મુકાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
વલસાડ જિલ્લાના ખેડૂતોને પાક રક્ષણ હેતુ ખેતરની ફરતે તાર ફેન્સીંગ બનાવવા માટે સહાય આપવાની યોજના હેઠળ ખેડૂત/ખેડૂતોએ જુથમાં ઓછામાં ઓછા ૨ (બે) હેક્ટર વિસ્તાર (કલસ્ટર) માટે નવી તારની વાડ બનાવવા, રનીંગ મીટર દીઠ રૂ.૨૦૦ અથવા ખરેખર થનાર ખર્ચના ૫૦% બે માંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજીઓ જિલ્લાને ફાળવેલા લક્ષ્યાંકની મર્યાદામાં વહેલા તે પહેલાના ધોરણે સ્વીકારવામાં આવશે.
ખેડૂતોની અરજીઓ સ્વીકારવા આઈ ખેડૂત પોર્ટલ પર તા.૧૨/૧૨/૨૦૨૩ સવારે ૧૦:૩૦ કલાકથી દિન-૩૦ સુધી ખુલ્લું મુકવામાં આવશે. કલસ્ટર માટે ખેડુતો દ્વારા ગ્રુપ લીડર નક્કી કરવાના રહેશે. ખેડૂત/ખેડૂતોએ જુથ દ્વારા અરજી કર્યા બાદ દિન-૧૦માં ઓનલાઈન અરજીની પ્રિન્ટ સાથે સાધનીક પુરાવા સાથે જિલ્લા ખેતીવાડી અધિકારીને રજૂ કરવાનું રહેશે. ત્યારબાદ સ્થળ ચકાસણી કર્યા પછી પૂર્વ મંજુરી આપવામાં આવશે. ડોક્યુમેન્ટમાં ઓનલાઈન અરજીની સહીવાળી નકલ તથા સંયુક્ત ખાતેદારના કિસ્સામાં બાંહેધરી પત્રક, ૭/૧૨, ૮-અ ની નકલ અથવા વન અધિકાર પત્રની નકલ, બેન્ક પાસબુકની નકલ/ રદ કરેલ ચેક, આધારકાર્ડની નકલ, કબુલાતનામું અને સ્વઘોષણા પત્રક, ડીમાર્કશન વાળો નકશો રજૂ કરવાનો રહેશે. પૂર્વ મંજૂરી મેળવી હોય તેવા ખેડૂત/ખેડૂત જુથ લીડરે નિયત ડિઝાઇન અને સ્પેસિફિકેશન ઠરાવની શરતો મુજબ તાર ફેન્સિંગ બનાવવાની સંપુર્ણ કામગીરી દિન-૧૨૦ માં પૂર્ણ કરી સામાન ખરીદીના GST વાળા બીલ અને અન્ય જરૂરી દસ્તાવેજો સહીત કલેમ જમા કરાવવાનો રહેશે. ત્યારબાદ કામગીરી પૂર્ણ થયાની સ્થળ ચકાસણી કર્યા પછી સહાયની રકમ બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે જમીન ઉપર ખેતી થતી હોય તેવી જમીન પર ફેન્સીંગ કરવાની સહાય મળવાપાત્ર છે. જેની તમામ ખેડૂતોને કાળજી લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!